Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

આખરે મેડીકલ કોલેજોમાં એમઆરઆઇ મશીનને મંજૂરી

થર્ડ વેવને પહોંચી વળવા મહત્વનો નિર્ણય : ૧૧૨.૫૦ કરોડના ખર્ચે નવા ૨૬ સિટી સ્કેન મશીન અને ૩ MRI મશીનની સુવિધા ઉપલબ્ધ કરાશે : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

અમદાવાદ,તા.૨૮ : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, કોરોનાની સાપ્રંત પરિસ્થિતિમાં રાજ્ય સરકારની અસરકારક કામગીરીના પરીણામે કોરોનાના કેસોમાં ઉત્તરોતર ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાની સંભવિત થર્ડ વેવ સંદર્ભે રાજ્ય સરકારે અગમચેતીના ભાગરૂપે એક્શન પ્લાન બનાવીને તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે રાજ્યની નવ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ અને જ્યાં સિવિલ હોસ્પિટલ નથી તેવી ૧૭ જિલ્લા કક્ષાની હોસ્પિટલો માટે રૂ.૮૨.૫૦ કરોડના ખર્ચે સિટી સ્કેન મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કરેલ છે.

તેમણે ઉમેર્યુ કે, જીએમઈઆરએસ સંલગ્ન સીવીલ હોસ્પિટલ-સોલા, ગોત્રી હોસ્પિટલ-વડોદરા અને સીવીલ હોસ્પિટલ-ગાંધીનગર ખાતે પણ રૂ.૩૦ કરોડના ખર્ચે એમઆરઆઇ મશીનની સુવિધાઓ પુરી પાડવા માટે મંજૂરી આપવામાં આવી છે. આમ કુલ રૂ.૧૧૨.૫૦ કરોડના ખર્ચે કુલ-૨૯ મશીનો દ્વારા હોસ્પિટલોને અદ્યતન સુવિધાયુક્ત બનાવવાનો નિર્ણય કરેલ છે. 

તેમણે ઉમેર્યું કે, આરોગ્ય વિભાગ હસ્તકની આણંદ, આહવા-ડાંગ, બોટાદ, ભરૂચ, છોટાઉદેપુર, ગોધરા, જામખંભાળીયા, લુણાવાડા, મહેસાણા, નવસારી, રાજપીપળા, સુરેન્દ્રનગર, વેરાવળ અને વ્યારા જનરલ હોસ્પિટલ, તેમજ એસએસ હોસ્પિટલ- પેટલાદ, પી.કે.હોસ્પિટલ- રાજકોટ અને જમનાબાઇ હોસ્પિટલ, વડોદરા ખાતે ૧-૧ ઝ્ર્ જીઝ્રછદ્ગ મળી કુલ-૧૭  ૧૬ Slice સીટી સ્કેન મશીનો  કુલ રૂ.૪૨.૫૦ કરોડના ખર્ચે ફાળવવામાં આવશે. 

આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ અમદાવાદ,એસ.એસ.જી. હોસ્પિટલ વડોદરા, નવી સિવિલ હોસ્પિટલ સુરત, સર ટી. હોસ્પિટલ ભાવનગર, પીડીયુ હોસ્પિટલ રાજકોટ, જીજી હોસ્પિટલ જામનગર, જીએમઈઆરએસ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ગાંધીનગર, જીએમઈઆરએસ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ગોત્રી-વડોદરા તેમજ જીએમઈઆરએસ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, જુનાગઢ ખાતે ૧-૧ ૧૨૮ Slice CT SCAN મળી કુલ-૦૯ મશીનો ૪૫.૦૦ કરોડના ખર્ચે ફાળવવામાં આવશે.

(9:33 pm IST)