Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

અમદાવાદ એરપોર્ટ પર વિઝિબિલિટી ઘટાતા 15 ફ્લાઇટ રદ્દ : ઘણી ફલાઈટો 45 મિનિટ મોડી

ફલાઈટ રદ્દ થતા અને મોડી આવતા મુસાફરોમાં ભારે હાલાકી

અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ પર વિઝિબિલિટી ઘટતા 15 ફલાઈટ રદ્દ કરી દેવામાં આવી હતી અને ઘણી ફલાઈટો 45 મિનિટ મોડી આવી હતી. જો કે, ફલાઈટ રદ્દ થતા અને મોડી આવતા મુસાફરોમાં ભારે હાલાકી જોવા મળી હતી.

 

 

વિઝિબિલિટી ઘટવાને કારણે અમદાવાદ આવતી જતી નાસિક, મુંબઈ, દરભંગા, હૈદરાબાદ, બેંગલુરુ, ચંડીગઢ સહિત 10 જેટલી ફ્લાઇટો મોડી પડી હતી. એ જ રીતે અમદાવાદ એરપોર્ટ પર મંગળવારે આવતી-જતી 15 ફ્લાઇટો ટેકનિકલ કારણોથી કેન્સલ કરાઈ હતી.

મંગળવારે સ્પાઇસ જેટની દિલ્હી- અમદાવાદ, બેંગલુરુ- અમદાવાદ અને જયપુર-અમદાવાદ, ઇન્ડિગોની લખનઉ-અમદાવાદ, વારાણસી- અમદાવાદ, કોચી-અમદાવાદ, અમદાવાદ-વારાણસી, અમદાવાદ -લખનઉ અને અમદાવાદ- કોચી તેમ જ ગોએરની દિલ્હી -અમદાવાદ, મુંબઈ-અમદાવાદ, ગોવા-અમદાવાદ, અમદાવાદ- દિલ્હી, અમદાવાદ-કોલકાતા, અમદાવાદ-ઉદયપુર, અમદાવાદ- ગોવાની ફ્લાઇટો કેન્સલ થઈ હતી.

(7:04 pm IST)