Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

વડાલી તાલુકાના વડગામડા ગામે ખેતરમાં ચરતો બળદ 60 ફૂટ ઊંડા ખાડામાં ખાબકતા ભારે જહેમત બાદ બચાવવામાં આવ્યો

વડાલી:તાલુકાના વડગામડા ગામમાં મંગળવારે સવારે ખેતરમાં ચરતો બળદ અચાનક ૬૦ ફુટ ઊંડા કુવામાં ખાબકતા ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી ક્રેનથી રેસ્ક્યુ કરી બહાર કાઢયો હતો.૬૦ ફુટ ઊંડા કુવામાં પડવા છતાં બળદ સુરક્ષિત બહાર કાઢ્યો હતો.

વડગામડા ગામમાં વસવાટ કરતા નારાયણભાઈ પટેલનો બળદ મંગળવારે સવારે પોતાના ખેતરમાં ઘાસચારો ચરી રહ્યો હતો.જે દરમિયાન બળદ ચરતા ચરતા ખેતર નજીક આવેલા ૬૦ ફુટ ઊંડા કુવામાં પડી ગયો હતો.જે સમાચાર નારાયણભાઈના પરિવાર અને ગ્રામજનોને મળતા મોટી સંખ્યામાં લોકો કુવા પર દોડી ગયા હતા.જે બાદ જોતા કુવામાં પાણી તેમજ ઊંડાઇ હોવા છતાં બળદ જીવિત હોવાથી લોકોએ કુવામાં દોરડાઓ નાખી ઉતરી રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી પરંતુ  પ્રયાસો કરવા છતાં સફળતા ન મળતા વડાલીથી ક્રેન બોલાવવામાં આવી હતી જે બાદ તેની મદદથી કુવામાં ઉતરી દોરડાથી બોધી નંદીને ૬૦ ફુટ ઊડા કુવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

(5:19 pm IST)