Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

શિલ્પા શેટ્ટી પરિવાર દ્વારા કુખ્યાત ડોન મારફત સુરતના સાડી ઉદ્યોગના મોટા ગજાના ધંધાર્થીને ધમકી આપવાના આરોપથી દેશભરમાં ખળભળાટ મચી ગયો હતા

એફએસએલ દ્વારા સત્તાવાર ઇન્કાર વચ્ચે રાજ કુંદ્રા પોર્ન ફિલ્મ આરોપમાં ગુજરાત દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે તેવી ચર્ચા અને સુરતના એક શખ્સની ભૂમિકા પ્રકાશમાં આવતા એક બહુચર્ચિત પ્રકરણની યાદો તાજી થઇ : ખૂબ સ્વચ્છ છબી સાથે જેમની પોલીસ અને અસામાજીક તત્વો પર ભારે પક્કડ હતી તેવા તત્કાલીન સુરત સી.પી. વિનીતકુમાર ગુપ્તા દ્વારા જે તે સમયના પીઆઇ બી.વી.રામાણીને તપાસ સુપરત થતાં શિલ્પા શેટ્ટીના પિતા સુરેન્દ્ર શેટ્ટી ને જવાબ આપવા પોલીસ મથકમાં કલાકો સુધી બેસવું પડેલ

રાજકોટ તા.  ૨૮, રાજ કુંદ્રા સામેના પોર્ન ફિલ્મના કારોબારની તપાસ દરમિયાન સુરતના એક શખ્સનું નામ સપાટી પર આવ્યું અને આ મામલાની ફોરેન્સિક તપાસ ગુજરાતમાં થનાર હોવાની ચર્ચા એફએસએલ સૂત્રો દ્વારા સતાવાર ઇનકાર સાથે બંધ થવાનું નામ લેતી નથી તેવા સમયે આજથી ૧૮ વર્ષ અગાઉ પણ શિલ્પા શેટી પરિવારના નામે એક જબરજસ્ત વિવાદ ગુજરાતના સુરતમાં થયેલ અને સુરતની જાણીતી સાડી વિવાદમાં અંડર વર્લ્ડ અને કુ ખ્યાત ગેંગ સ્ટર ફઝલુભાઈ પણ દાખલ થતાં મામલો ખૂબ ગરમાયો હતો અને પોલીસ દ્વારા ગુન્હો દાખલ કરી શેટ્ટી પરિવારને સુરત તપાસના કામે હાજર થવું પડે તેવી સ્થિતિ નિર્માણ કરેલ, તેવી રસપ્રદ ઘટનામાં ડોકિયું કરી લઇએ.                                         

સુરતનાં એ સમયે જાણીતા પ્રફુલ્લ સાડી વાળા પંકજભાઈ અગ્રવાલ સાથે સાડી મોડલિંગ પ્રકારના કરાર હતા, એટલુ જ નહિ જે તે વખતના ખૂબ જાણીતા સુરત પીઆઇ બી.વી. રામાણીની તપાસ દરમિયાન બંને પરિવાર વચ્ચે ખૂબ સારા સંબંધો હતા. પ્રફુલ્લ સાડી દ્વારા કેન્સરના દર્દીઓના લાભાર્થે યોજાયેલ કાર્યક્રમમાં પણ શિલ્પા શે્ટીએ હાજરી આપેલ.      ગમે તે બન્યું સાડીની જાહેરાત કેટલો સમય બતાવવી તે બાબતે કરારમાં કોઈ ઊલ્લેખ હોય કે નહોય પણ આ બાબતે શિલ્પા શેટીના પરિવાર દ્વારા કાનૂની વિવાદ ઉત્પન્ન કરવાનું નક્કી કરેલ.

  દરમિયાન એક દિવસ અંડર વર્લ્ડના નામે અશરફ નામના શખ્સ દ્વારા પ્રફુલ સાડી વાળા પરિવારના પંકજભાઈ અગ્રવાલને ફોન કરી, શિલ્પાજીનો વિવાદ પૂર્ણ કરવા જણાવેલ, વિવાદ અંગે અજાણ હોય કે ગમે તે બીજું પંકજભાઈ દ્વારા શું મેટર ,કયા પ્રકારની બાબત વેગરે સવાલ પૂછાતા અશરફ દ્વારા ફઝલુ ભાઈનો નંબર આપી વાત કરી લેવા જણાવેલ. જે તે સમયે મલેશિયામાં રહેતા ફઝલુભાઇ ઉર્ફ ફઝલુ રહેમાનની ધાક ખૂબ હતી. સાડી સંચાલક દ્વારા ફોન કરાતા ૨ ખોખાની માંગણી કરવામાં આવી,તાયરબા શિલ્પા શેટ્ટી પરિવાર સાથે સાડી સંચાલક દ્વારા દિવસો સુધી લાંબી વાતો ચાલી અને તે પછી અંડર વર્લ્ડ દ્વારા મળતી ધમકીથી ત્રાસી ૧૮ મે ૨૦૦૩ના રોજ સુરતના તત્કાલીન પોલીસ કમિશનર વી.કે.ગુપ્તાને મળી પોતાની વિતક કથા વર્ણવી. જે તે સમયના સુરત સીપી વી. કે. ગુપ્તા ખૂબ સ્વચ્છ છબી ધરાવતાં બાહોશ અને કાર્યદક્ષ અધિકારી હતા. માણસ પારખું એવા આ આઇપીએસ દ્વારા ખૂબ શાંતિથી વાત સાંભળી કોઈ ડર ન રાખવા પોલીસ સાથે છે તેવી ખાતરી આપી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધેલ. શેટ્ટી પરિવાર દ્વારા આ પહેલા કાનૂની નોટિસ પણ આપવામાં આવેલ.                                          વિનીત કુમાર ગુપ્તા દ્વારા તુરત કાર્યવાહી કરવામાં આવતા શિલ્પા શેટ્ટીના પિતાને સુરતના ઉમરા પોલીસ મથકમાં કલાકો વિતાવવા પડેલ. તાત્કાલિન પીઆઇ બી.વી. રામાણી દ્વારા પણ કોઈ કસર છોડવામાં આવી ન હતી. પોલીસ કમિશનર વી.કે. ગુપ્તા     દ્વારા જે રીતે કાર્યવાહી થઇ તેની કલ્પના પણ ઘણાએ કરી નહતી.આ દરમિયાન ઘણી ઘણી બાબતો બનેલ.રાજકારણ પણ ગરમાયું હતું. આરોપ પ્રતિ આરોપના દોર પણ ઉઠેલ.

(2:57 pm IST)