Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ઓગસ્ટના પ્રારંભે મધ્યપ્રદેશમાં થતા ભારે વરસાદના લીધે નર્મદા નદીનું જળસ્તર વધશે: અંબાલાલ પટેલ

હજુ પણ ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે

અમદાવાદ :  હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલનાં જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં હતા. રાજ્યભરમાં સારો વરસાદ થતા ઉભા કૃષિ પાકોને જીવતદાન મળેલ છે. હજુ પણ ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 30 જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં વરસાદી વહન સક્રિય થતા તેની અસર મધ્યપ્રદેશમાં થતા ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.  

    ઓગસ્ટની શરૂઆતમાં મધ્યપ્રદેશમાં થતા ભારે વરસાદના લીધે નર્મદા નદીનું જળસ્તર વધે. દક્ષિણ ગુજરાતમાં પણ તાપી નદીનું જળસ્તર વધે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતમાં 5થી 8 ઓગસ્ટ સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

 

(12:21 pm IST)