Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

વૈશ્વિક બજારને પગલે બુલિયન માર્કેટમાં નરમાઇનો માહોલ : સોના ચાંદીના ભાવમાં ધીમો ઘટાડો : રોકાણકારોને તક

અમેરિકન એફઓએમસીની બેઠક પહેલા ટ્રેડરો અને રોકાણકારો સાવચેત

અમદાવાદઃ વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુ ધાતુઓના ભાવ હાલ ઘટી રહ્યા છે. દિલ્હીના ઝવેરી બજારમાં આજે મંગળવારે સોનું 123 રૂપયા ઘટીને 46505 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી છે. જ્યારે સોમવારની કિંમત 46,628 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.સોનાની પાછળ ચાંદી પણ આજે 206 રૂપિયા ઘટીને 65,710 રૂપિયા પ્રતિ કિગ્રા થઇ હતી જેની કિંમત ગઇકાલે 65,916 રૂપિયા પ્રતિ કિગ્રા હતી.

અમદાવાદમાં આજે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાની કિંમત 200 રૂપિયા ઘટીને 49,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ છે. તો ચાંદીમાં 500 રૂપિયાનો ઘટાડો નોંધાતા એક કિગ્રાની કિંમત 68,500 રૂપિયા થઇ છે.

પાછલા વર્ષે ઓગસ્ટ મહિનામાં હાજર બજારોમાં સોનાની કિંમત 56000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ઉંચાઇએ પહોંચી ગઇ હતી. ત્યાંથી હાલ સોનાની કિંમત લગભગ 10 હજાર રૂપિયા જેટલી ઓછી છે. વિતેલ વર્ષ દરમિયાન સોનાની કિંમતમાં મોટી વધઘટ જોવા મળી રહી છે. પાછ

હાલ વૈશ્વિક બજારમાં સોનાની કિંમત ઘટીને 1795 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાઇ રહી છે જ્યારે ચાંદી 25.16 ડોલર પ્રતિ ટ્રોય ઔંસના સ્તરે લગભગ સ્થિર છે.

કોમોડિટી એનાલિસ્ટોનું કહેવુ છે કે, અમેરિકન એફઓએમસીની બેઠક પહેલા ટ્રેડરો અને રોકાણકારો સાવચેત થઇ ગયા છે.

(9:38 am IST)