Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

અમદાવાદના પાણીકોટ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા:દુષિત પાણી આવતા લોકોમાં રોગચાળાનો ભય જોવા મળ્યો

અમદાવાદ:શહેરમાં આજે પણ કોટ વિસ્તારમાં શુદ્ધ પીવા લાયક પાણી આવી રહ્યું નથી. જેના પગલે શહેરના કોટ વિસ્તારમાં પાણી જન્ય રોગચાળો વધ્યો છે

એએમસી તંત્ર પાણીના સેમ્પલ લેવાની કામગીરી પણ ઓછી કરી નાંખી છે

જેથી સેમ્પલ લીધા બાદ પાણીના સેમ્પલ અનફિટ ઓછા આવે. એમ કોંગ્રેસના કોર્પોરેટર સુરેન્દ્ર બક્ષીએ એક વાતચીતમાં કહ્યું છે. કોંગ્રેસ કાઉન્સિલર બક્ષીએ વધુ જણાવ્યુ હતુ કે એએમસી દ્વારા ઉતરોતર પાણીના સેમ્પલ લેવાની સંખ્યા અહીં ઘટાડવામા આવી છે

જો એએમસી કોટ વિસ્તારમાં પાણીના સેમ્પલના સંખ્યા વધારે તો ખબર પડે કે કાં વિસ્તારમાં દૂષિત અને ડ્રેનેજ મિક્સ પાણી આવે અને પાણીજન્ય રોગચાળાને અટકાવી શકાય.  

(6:03 pm IST)