Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

અમદાવાદમાં નવા 18 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા : જુના 15 વિસ્તારોને મુક્તિ

શહેરમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 240 પર પહોંચી

અમદાવાદ: શહેરમાં કોરોનાના રિપીટ થતા કેસોના કારણે નવા કેન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા સતત વધી રહી છે. શહેરમાં હાલ 237 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન છે. જેમાં 18 નવા કન્ટેનમેન્ટ ઝોન ઉમેરવામાં આવ્યા છે. જ્યારે જૂના 15 વિસ્તારોને કન્ટેનમેન્ટમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેરમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 240 પર પહોંચી ગઈ છે.

આ અંગે અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે લેવાઈ રહેલા પગલાઓની સમીક્ષા માટે અધિક મુખ્ય સચિવ ડૉ રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને એક મહત્વની બેઠક મળી હતી. જેમાં ચર્ચા વિચારણા કરીને 18 નવા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાનો, જ્યારે જૂના 15 વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટમાંથી મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 માઈક્રો કન્ટેનમેન્ટમાંથી દૂર કરવામાં આવેલા વિસ્તારોની યાદી

→ વટવા, સ્મૃતિ મંદિર 20 મકાન
→ દાણીલીમડા, આશીર્વાદ સોસાયટીના 6 મકાન
→ લાંભા, ગરગડીવાળા ચાલીના 25 મકાન
→ વટવા,કૃષ્ણકુંજ સોસાયટીના 25 મકાન
→ શાહીબાગ, ઓર્ચિડ ગ્રીનના 120 મકાન
→ નિકોલ, સાકાર સોસાયટીના 80 મકાન
→ નિકોલ, સહજાનંદ એપાર્ટમેન્ટના 150 મકાન
→ ગોમતીપુર, રમણપુરાની ચાલી, 25 મકાન
→ ભાઈપુરા, શિવ બંગલોઝના 17 મકાન
→ રામોલ, આયોજન નગરના 32 મકાન
→ નવા વાડજ, શિવમ એપાર્ટમેન્ટના 135 મકાન
→ બોડકદેવ, મેઘદિપ એપાર્ટમેન્ટના 16 મકાન
→ ઘાટલોડિયા, ગાયત્રી ટેનામેન્ટના 8 મકાન
→ જોધપુર, મંગલ જ્યોત એપાર્ટમેન્ટના 8 મકાન
→ જોધપુર, પાલક એન્કલેવના 8 મકાન

આ સિવાય નવા કોરોના પોઝિટિવ કેસો સામે આવતા શહેરના વધુ 18 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

નવા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારની યાદી

→ લાંભા, સ્વસ્તિક પ્લેટિનિયમના 50 મકાન
→ ઘોડાસર, અંકિત સોસાયટીના 12 મકાન
→ ઘોડાસર, આશા સોસાયટીના 29 મકાન
→ ઈસનપુર, પારસ પ્રભુ સોસાયટીના 22 મકાન
→ સાઉથ ઝોન, એનલોન કોટયાર્ડના 30 મકાન
→ રાયપુર, બુવાની પોળના 75 મકાન
→ નિકોલ, સૂર્ય કિરણ કસાસના 15 મકાન
→ નિકોલ, ગુજરાત હાઉસિંગ બોર્ડના 25 મકાન
→ વાસણા, વંદન એપાર્ટમેન્ટના 20 મકાન
→ પાલડી, યશ નિધિ ફ્લેટના 16 મકાન
→ થલતેજ, ઊમિયા પાર્ક સોસાયટીના 10 મકાન
→ ગોતા, પારસ સ્ટેટસના 10 મકાન
→ ગોતા, શ્રીપદ રેસિડન્સીના 50 મકાન
→ બોડકદેવ, માનસી ટાવરના 28 મકાન
→ ઈન્ડિયા કોલોની, શ્યામ ફ્લેટના 14 મકાન
→ પ્રહલાદનગર, રિવેરા હાઈટ્સના 2 મકાન
→ જોધપુર, સત્યમ સ્ટેટના 3 મકાન
→ સરખેજ, ઓર્ચિડ હાર્મોનીના 4 મકાન

આમ આ નવા જાહેર કરાયેલા 18 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં AMCના હેલ્થ વિભાગ દ્વારા ડોર ટૂ ડોર સર્વેલન્સ અને સ્ક્રિનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં  24 કલાકમાં 1052 જેટલા નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરના 144 અને જિલ્લાના 40 કેસ મળીને કુલ 184 પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ કોરોના સંક્રમિતોનો કુલ આંકડો વધીને 25875 પર પહોંચ્યો છે. જ્યારે આ જીવલેણ વાઈરસ અત્યાર સુધી 1573 શહેરીજનોને ભરખી ચૂક્યો છે.

(11:11 am IST)