Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

સુરત મનપાના કર્મચારી પર જાહેરમાં જીવલેણ હુમલો અંગત અદાવત કારણભૂત હોવાનું તારણ : વીડિયો વાયરલ

મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યા યુવકો દ્વારા તેના પર ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો

સુરતના પાંડેસરા વિસ્તારમાં વહેલી સવારે મનપાના સફાઈ કર્મચારી પર જાહેરમાં કરાયેલા જીવલેણ હુમલાની ઘટનામાં લાંબા સમયથી ચાલી આવતી સામસામી અંગત અદાવતનું મૂળ કારણ સામે આવ્યું છે. હુમલો કરનાર આરોપીની માતાએ ભોગ બનનાર સામે લોકડાઉન દરમિયાન છેડતીની ફરિયાદ પણ નોંધાવી હતી. ઘટનાને પગલે પાંડેસરા પોલીસ સહિત ક્રાઇમ અને એસઓજીની ટીમ હાલ આરોપીઓને ઝડપી પાડવા કામે લાગી છે. ભોગ બનનાર યુવકે હુમલાની ઘટના અગાઉ પોલીસને કંટ્રોલરૂમ પર જાણ કરતા પોલીસે સમાધાન પર કરાવી દીધું હોવાની હકીકત પણ જાણવા મળી રહી છે.

સુરત મહાનગર પાલિકામાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા અને નાનપુરા સ્થિત છપ્પનની ચાલમાં રહેતા ગવલેશ નંદકિશોર ભગત પાંડેસરા વિસ્તારમાં આવેલા સર્વોદય નગર સોસાયટીમાં નિત્યક્રમ મુજબ સફાઈ કામગીરી માટે ગયો હતો, તે સમયે ત્યાં મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યા યુવકો દ્વારા તેના પર ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના સમયે લોકો ભેગા થઈ જતાં બંને શખ્સો પોતાની મોટરસાયકલ અને ઘાતક હથિયાર સ્થળ પર જ ફેંકી નાસી છૂટયા હતાં

(6:45 pm IST)