Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

નવસારી ભાજપ પ્રમુખ પર પદના દુરુપયોગનો આરોપ ;પાલિકા પ્રમુખે ફાયર વિભાગ પાસે ખુલાસો માંગ્યો

નવસારી શહેર ભાજપ પ્રમુખ રમેશ હિરાણીએ પદનો દુરઉપયોગ કર્યાનો આક્ષેપ લાગ્યો છે. મુદ્દે નગર પાલિકા પ્રમુખે ફાયર વિભાગ પાસે ખુલાસો માંગ્યો છે. રમેશ હિરાણી પોતાના પદનો દુરઉપયોગ કરતા અંગત કામ માટે પાલિકાના ફાયર વિભાગના ડ્રાઈવરને અમદાવાદ લઈ ગયા હતા. અને ત્યાંથી તેઓ પોતાની દિકરી સાથે પ્લેનમાં પંજાબ ચાલ્યા હતા.તેઓએ પંજાબ જતા પહેલા ડ્રાઈવરને અમદાવાદ ખાતે ગાડીમાં રોકાઈ રહેવાની કડક સુચના આપી હતી.

(1:02 am IST)