Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

અમદાવાદમાં ટ્રાફિક પોલીસની ડ્રાઇવ: ST બસો અને BRTS પણ દંડ ફટકારાયો: ટ્રાફિક નિયમોનુ પાલન ન કરતા સરકારી ડ્રાઇવરો દંડાયા

પોલીસ અધિકારીઓને પણે ટ્રાફિક નિયમ ભંગ બદલ દંડ વસૂલ્યો હતો.

અમદાવાદ ટ્રાફિક પોલીસ ટ્રાફિક ડ્રાઇવ કરી હતી લોકોને ટ્રાફિકનું ભાન કરાવવા સાથે ટ્રાફિક પોલીસ સરકારી બસ ડ્રાઇવરોને પણ ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડવાની પણ કાર્યવાહી કરી હતી આજે ટ્રાફિક પોલીસ દ્વારા એએમટીએસ-બીઆરટીએસ બસોના ડ્રાઇવરને પણ દંડ્યા હતા સાથે ગુજરાત રાજ્ય પરિવહન નિગમની બસોના ડ્રાઇવરોને પણ દંડયા હતા. આટલું જ નહીં પોલીસ અધિકારીઓને પણે ટ્રાફિક નિયમ ભંગ બદલ દંડ વસૂલ્યો હતો.

   છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદ ટ્રાફિક પોલીસ ટ્રાફિક ડ્રાઇવ ચલાવી રહી છે. ડ્રાઇવ અંતર્ગત જે પણ ટ્રાફિક નિયમો તોડતા નજરે ચડ્યા છે તેમને દંડ્યા છે. ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમ ભંગ કરનાર કોઇને પણ છોડ્યા નથી. બાઇક ચાલક હોય કે, કાર ચાલક કે પણ અન્ય વાહન ચાલક હોય નિમય તૂટ્યો અને મેમો ફાટ્યો. સામાન્ય અમદાવાદીઓ તો ટ્રાફિક પોલીસે તો સરકારી બાબુઓને પણ છોડ્યા નથી. ટ્રાફિક પોલીસે તો સરકારી બાબુઓને ટ્રાફિક નિયમ ભંગ બદલ દંડ ફટકારીને નિયમનું ભાન કરાવ્યું છે.

  આજે શનિવારે ચલાવેલી ટ્રાફિક ડ્રાઇવમાં પોલીસે એએમટીએસ, બીઆરટીએસસ બસના ડ્રાઇવરો ઉપરાંત ગુજરાત એસટીના ડ્રાઇવરો પાસેથી દંડ વસુલ્યો હતો. આટલું જ નહીં ખુદ પોલીસે જ પોલીસ પાસેથી ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડ વસુલ્યો હતો.

(8:25 pm IST)