Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

ગુજરાત સરકાર દ્વારા ખેલૈયાઓ માટે ખુશીના સમાચારઃ નવરાત્રિમાં ૯ દિવસનું મીની વેકેશન

ગાંધીનગરઃ શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આનંદના સમાચાર છે. કારણ કે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. હવેથી નવરાત્રિ દરમિયાન શાળા-કોલેજોમાં રજા રાખવામાં આવશે. રાજ્યના શિક્ષણ રાજ્યપ્રધાન વિભાવરીબેન દવેએ આ જાહેરાત કરી છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન રજા રહેશે. 

ઉલ્લેખનીય છે કે, નવરાત્રિ ગુજરાતનો મહત્વનો તહેવાર છે. મોડી રાત સુધી તમામ લોકો ગરબા રમતા હોય છે. જેથી સવારે શાળા કે કોલેજોમાં જવા માટે મુશ્કેલી થાય છે. આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ શાળા-કોલેજોમાં રજા રાખતા હોય છે. હવેથી રજા જાહેર કરતા વિદ્યાર્થીઓને કોઇપણ મુશ્કેલી નહીં પડે. 

(5:52 pm IST)