Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

લોકરક્ષક ભરતી માટેનું કેટેગરી વાઈઝ કટઓફ લિસ્ટ જાહેર

પુરુષ જનરલ માટે કટ ઓફ માર્ક્સ 80.03 માર્ક્સ: પુરુષ EWS માટે 70.70 કટ ઓફ માર્ક્સ :પુરુષ SC માટે 70.19 કટ ઓફ માર્ક્સ અને પુરુષ ST માટે 58.59 કટ ઓફ માર્ક્સ

અમદાવાદ : 10 એપ્રિલના રોજ લેવાયેલી લોકરક્ષક (LRD)ના પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આઈપીએસ ઓફિસર હસમુખ પટેલે આ અંગે ટ્વીટ કરી જાણકારી આપી છે. ઉમેદવારો લોકરક્ષક ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જઈ પરિણામ ચકાસી શકે છે. ઉલ્લેખનીય છે કે LRDની 10459 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં 8476 પુરૂષ અને 1983 મહિલા ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા શરૂ થઇ હતી.

IPS હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું કે લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરવામાં આવેલ છે પરંતુ તે કેટેગરી વાઇઝ મુકવામાં આવેલ છે જેથી ઉમેદવાર જોઈ શકે કે પોતાની પસંદગી કેમ થયેલ છે કે કેમ થયેલ નથી. હસમુખ પટેલે અન્ય એક ટ્વિટમાં કટઓફની માહિતી આપી છે

ઉલ્લેખનીય છે કે શારીરિક કસોટી 29મી જાન્યુઆરીએ સમાપ્ત થઈ ગઈ હતી. શારીરિક કસોટીમાં કુલ 6.56 લાખ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી.જેમાંથી આ પરીક્ષામાં 2.94 લાખ ઉમેદવારો પાસ થયા છે, જેઓની લેખિત કસોટી તારીખ 10મી એપ્રિલના રોજ લેવાઇ હતી. જેનું પરિણામ જાહેર થઇ ગયું છે. જણાવી દઈકે ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિન-હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા ભરવામાં આવશે.

લોકરક્ષક ભરતીમાં શારીરિક કસોટીના 25 અને લેખિત કસોટીના 100 માર્ક્સ હોય છે. શારીરિક કસોટીમાં ગમે તેટલા ઓછા માર્ક્સ હોય તો પણ લેખિત પરીક્ષામાં વધુ માર્ક્સ લાવી ઉમેદવાર સફળ થઈ શકે છે.

.

(8:23 pm IST)