Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

વડોદરા:આજવા ડેમ વિસ્તારમાં બકરા ચરાવવા ગયેલી મહિલા પર મગરે હુમલો કરતા લોકોમાં ભયનો માહોલ

વડોદરા: આજવા ડેમ વિસ્તારમાં બકરા ચરાવવા ગયેલી મહિલાને મગરે પગ થી  પકડી લેતા તેને સારવાર માટે જરોદ આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ સયાજી  હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.ત્યાંથી વધુ સારવાર માટે મહિલાને અમદાવાદ રિફર કરવામાં આવી છે.

વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરમાં પાણીમાં રહેતા મગર દ્વારા હુમલા કરવામાં આવે છે.આવો જ એક બનાવ આજવા ડેમ વિસ્તારમાં બન્યો છે.આજવા નજીકના ખેડા કરમસિયા ગામમાં રહેતા ૬૦ વર્ષની વૃદ્ધા રયજીબેન ફોગટભાઇ રાઠોડિયા અને કૈલાસબેન રાઠોડિયા ગઇકાલે આજવા ડેમ વિસ્તારમાં રોજની જેમ બકરા ચરાવવા ગયા હતા.બકરાઓને  પાણી પીવડાવવા માટે તેઓ પાણીની નજીક લઇ ગયા હતા.તે સમયે એક મગરે હુમલો કરી રયજીબેનનો  પગ પકડી લીધો હતો.મગર રયજીબેનને પાણીની અંદર ખેંચી જતો  હતો.પરંતુ,  કૈલાસબેને રયજીબેનનો હાથ  પકડી બહારની તરફ ખેંચવા લાગ્યા હતા.છેવટે રયજીબેનનો પગ મગરે છોડી  દીધી હતો. ઇજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર માટે સૌપ્રથમ જરોદ આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતા.ત્યાંથી વધુ સારવાર માટે તેઓને સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

(5:43 pm IST)