Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ગામકુવાના અતુલભાઈ વસાવાએ સરીશ્રુપોથી રક્ષણ માટે ગામના વ્યક્તિને LED સ્ટ્રીટ લાઈટ ભેટ કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગામકુવા ગામના એક સેવાભાવી કાર્યકરે ગામના એક જરૂરિયાતમંદ વ્યક્તિ ને સ્ટ્રીટ લાઈટ ભેટ આપી હતી.
 ગામકુવા ગામમાં રહેતા સેવાભાવી વ્યક્તિ અતુલભાઈ વસાવા કે જેઓ ગમે ત્યાં ગમે ત્યારે મદદ માટે હંમેશા ખડે પગે જોવા મળ્યા છે,તેમણે અગાઉ પણ ઘણા જરૂરિયાતમંદ લોકો ,બાળકો માટે સેવા કર્યો કર્યા છે તેઓ ગામકુવાની સીમમાં ગામના છેવાડે રહેતા નાગજીભાઈ ના ઘર પસેથી પસાર થતા સાંજના સમયે ત્યાં થોડીક વાર ઉભા રહી પાણી પીવા રોકાયા હતા ત્યા નાગજીભાઈ ના ઘર બહાર જંગલ જેવો ખેતરાળી વિસ્તાર હોવાના કારણે અચાનક ત્યાં એક સાપ દેખાયો જોકે સમય સુચકતાના કારણે સાપે કોઈને ડંખ માર્યો ન હતો પરંતુ આ બાબત જોઈ સેવાભાવી કાર્યકર અતુલભાઈએ નાગજીભાઈ ને એક એલઈડી સ્ટ્રીટ લાઈટ ભેટ આપી તેમના આંગણામાં અજવાળું કરી સરીશ્રુપો તેમજ અન્ય બાબતે રક્ષણ અપાવ્યું હતું

(10:04 pm IST)