Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

સરકારના મિસ મેનેજમેન્ટથી 2 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા: અમિત ચાવડાના પ્રહાર

શરૂઆતમાં ટેસ્ટિંગના બદલે આંકડાઓ છુપાવવાનું કામ કર્યું: વેક્સિનેશનમાં ગુજરાત 7મા ક્રમાંકે ધકેલાયું : સરકાર જાહેરાતો અને પબ્લિસિટી માટે કરે છે કામ

અમદાવાદ :રાજ્યમાં વેક્સિનેશન મુદ્દે અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું, સરકાર જાહેરાતો અને પબ્લિસિટી માટે કામ કરે છે. સરકારને નાગરિકોના આરોગ્યની ચિંતા નથી. શરૂઆતમાં ટેસ્ટિંગના બદલે આંકડાઓ છુપાવવાનું કામ કરાયું છે. સરકારના મિસ મેનેજમેન્ટથી 2 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે. જાહેરાત બાદ માત્ર લોકોને હેરાનગતિ જ મળી છે. લોકોને સરળતાથી વેકસીન મળતી નથી.

 

છેલ્લા એક અઠવાડિયાથી વેકસીનના ડોઝ ઉપલબ્ધ ન હોવાનો પણ આક્ષેપ કર્યો છે. દિવસો બાદ પણ લોકોને વેક્સિન મળી રહી નથી. અમદાવાદમાં 1 લાખ ડોઝના સામે માત્ર 10 હજાર ડોઝ ઉપલબ્ધ છે. વેક્સિનેશનમાં ગુજરાત 7મા ક્રમાંકે છે. ત્રીજા વેવ પૂર્વે સરકારનું આયોજન નથી. ત્રીજી લહેર પહેલાં તમામને વેકસીન મળવી જરૂરી છે. ગુજરાતના 50%થી વધુ સેન્ટરો પર યોગ્ય વેકસીનેશન નહીં હોવાની વાત પણ અમિત ચાવડાએ કરી છે.

(9:06 pm IST)