Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

રાજ્યમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા

અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ : રાજ્યમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત દીવ-દમણ, દાદરાનગર હવેલીનાં કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે. રાજ્યનાં અન્ય જિલ્લાઓમાં જો કે વરસાદની શક્યતા નહી હોવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. અમદાવાદમાં પણ હળવો વરસાદ થાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રાના   અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

(8:51 pm IST)