Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

વડોદરામાં પત્નીને ત્રાસ આપી પતિએ બાઈક પરથી ફેંકી દેતા પરિણીતાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો

વડોદરા: શહેરમાં પત્નીને ત્રાસ આપતો પતિ તેને મુકવા માટે બાઇક લઇને સુરતથી વડોદરા આવતો હતો.અને પત્નીને કપુરાઇ ચોકડી પાસે બાઇક  પરથી ફેંકી દીધી હતી.પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ  ધરી છે.

ગત તા.૧૩-૦૩-૨૦૨૦ ના રોજ અમારા સમાજના રિવાજ મુજબ લલિત સાથે સગાઇ થઇ હતી.ત્યારબાદ અમે ફોન પર વાત કરતા હતા.લલિત મને જણાવતો હતો કે,તારે તારા સગા સંબંધીઓ સાથે ફોન  પર વાત કરવી નહી.આ વાત મારા પિતાને કરતા તેમણે સગાઇ તોડી નાંખી હતી.ત્યારબાદ લલિત અવાર નવાર મારા પિતાના નંબર પર કોલ કરતો હતો.અને મને મળવા બોલાવતો હતો.તેની અવાર નવારની રજૂઆત પછી હું તેને મળવા માટે ગઇ  હતી.તા.પાંચમી માર્ચે હું તેને મળવા આવી ત્યારે લલિતે મને તથા મારા માતા પિતાને મારી નાંખવાની ધમકી આપતા મેં તેની સાથે ગત તા.૯ મી માર્ચે કોર્ટ મેરેજ કર્યા હતા.ત્યારબાદ સાસરીમાં રહેવા ગઇ હતી.થોડાદિવસ સુધી મને સારી રીતે રાખ્યા પછી પતિ,સાસુ,સસરા અને દિયર દ્વારા મને ત્રાસ આપતા  હતા.અને મારા માતા પિતા  સામે કેસ કરવા માટે મને જણાવતા હતા.મારા પતિ મને બાઇક  પર મુકવા વડોદરા આવ્યા હતા.અને મને કપુરાઇ ચોકડી પાસે બાઇક  પરથી નીચે ફેંકી દીધી હતી.

(5:52 pm IST)