Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

વડોદરાના એમ.જી.રોડ નજીક ખરીદી કરવા ગયેલ મહિલાનું પર્સ ચોરી જનાર કરનાર ગઠિયાને ઝડપવા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી

વડોદરા: શહેરના એમ.જી.રોડ પર ખરીદી કરવા ગયેલી મહિલાનું  પર્સ ચોરી કરી જનાર ચોર મહિલા સીસીટીવી ફૂટેજના આધારે પકડાઇ ગઇ છે.સિટિ  પોલીસે ચોર મહિલાની પૂછપરછ હાથ ઘરી છે.

તરસાલી નોવિનો  રોડ પરની ઉમાનગર સોસાયટીમાં રહેતા સંગીતાબેન સંતોષભાઇ પવાર ગત તા.૧૨ મી જૂનના રોજ પોતાની  પુત્રી અને જેઠાણી સાથે એમ.જી.રોડ પર ખરીદી માટે ગયા હતા.ખરીદી કરતા કરતા તેઓ આંગડિયાની ગલી પાસે એક દુકાનમાં ખરીદી કરીને બહાર નીકળ્યા ત્યારે જાણ થઇ કે,તેમની પાસેના મોટા પર્સમાં મુકેલુ નાનું પર્સ ચોરી થઇ ગયુ હતું.તે પર્સમાં રોકડા પાંચ હજાર રૃપિયા અને બેન્કનું એ.ટી.એમ.કાર્ડ  હતા.જે અંગે સંગીતાબેને સિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

દરમિયાન દુકાનના સીસીટીવી ફૂટેજમાં પર્સની ચોરી કરતી મહિલા દેખાતી હોય તેની શોધખોળ શરૃ કરવામાં આવી હતી.અને પોલીસે ચોર મહિલા મનિષા ઉર્ફે રજીયા મોહસીનભાઇ મનસુરી ઉ.વ.૨૪ ( રહે.બોડેલી,તા.છોટાઉદેપુર) ની ધરપકડ કરી છે.

(5:51 pm IST)