Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

સુરતના રિંગરોડ નજીક કાપડ દલાલના હસ્તકે 1.34 લાખનું કાપડ ખરીદી છેતરપિંડી આચરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત:રીંગરોડ સ્થિત રાધાક્રિષ્ના ટેક્સટાઇલ માર્કેટમાં મારૂતિ ટેક્સટાઇલ નામે દુકાન ધરાવતા શીવરાજ ભોમરાજ લદ્દા (ઉ.વ. 21 રહે. 29 દયાળજી પાર્ક રો-હાઉસ, ગોપાલનગર નજીક, પરવટ પાટીયા અને મૂળ. ભણીયાણા, તા. ભણીયાણા, જિ. જેસલમેર, રાજસ્થાન) એ વર્ષ 2019માં કાપડ દલાલ હસ્તક મદનસીંગ ભોપાલસીંગ નિરબા નામના બંગાળી વેપારી સાથે પરિચય કરાવ્યો હતો. મદનસીંગે પોતાની સાલાસર ટેક્સટાઇલ નામની દુકાન કલકત્તાના બાંકરા ખાતે મિલેનીયમ માર્કેટમાં દુકાન હોવાનું અને 30 દિવસમાં પેમેન્ટનો વાયદો ચુકવવાનો વિશ્વાસ આપી ટુકડે-ટુકડે રૂ. 1.34 લાખની મત્તાની સિલ્ક સીબયલન કાપનો માલ ખરીદયો હતો. પરંતુ નિયત સમયમાં પેમેન્ટ નહીં ચુકવતા શીવરાજે વારંવાર ઉઘરાણી કરતા મદનસીંગે ધમકી આપી હતી કે તમને કોઇ પેમેન્ટ આપવાનું થતું નથી, અમારી પાસે પેમેન્ટની ઉઘરાણી કરશો તો જાનથી હાથ ધોવા પડશે તેવી ધમકી આપી હતી. જેને પગલે છેવટે શીવરાજે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. 

(5:46 pm IST)