Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

લોકડાઉનમાં ધંધો બંધ થઇ જતા સાઉથની ફિલ્મ જોઇને અમદાવાદમાં સાવરકુંડલાના દંપતિએ શોરૂમમાં લૂંટનો પ્રયાસ કર્યો

અમદાવાદ,તા.૨૮: કોરોનામાં લોકડાઉનથી અનેક રોજગાર ધંધાને મોટી અસર પડી રહી છે. ખાસકરીને નાના રોજગાર ધંધાદારી લોકો મોટુ નુકસાન અને આર્થિક સંકડામણ ભોગવી રહ્યા છે. જેથી હવે ગુનાહિત પ્રવૃતિઓ તરફ વળી રહ્યા છે. શહેરનાં નિકોલ વિસ્તારમાં એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મુળ સાવરકુંડલાના અને હાલમાં એક વર્ષની બાળકી સાથે રહેતા પતિ-પત્નીએ લોકડાઉનના કારણે આર્થિક સંકડામણ થતા સાઉથની ફિલ્મો જોઇને નિકોલ રોડ પર આવેલી એક જવેલરીનો શોરૂમ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.ઙ્ગ

જો કે દુકાનદાર અને તેના કારીગરે હિંમત કરીને સામનો કરતા આરોપી યોગીતા ગોહિલ અને ભરત ગોહિલ ઝડપાઇ ગયા હતા. પોલીસને જાણ કરતા ક્રૃષ્ણનગર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી છે. પતિ-પત્નીએ આર્થિક સંકડામણ થતા સાઉથની ફિલ્મોની જેમ લૂંટ કરવાનો પ્લાન કર્યો હતો. જવેલર્સમાં બપોરે અવરજવર ઓછી હોવાથી હથિયારો સાથે ઘુસીને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો.ઙ્ગ

આરોપી યુવક દરજીકામ કરતો હતો અને લોકડાઉનમાં કામ ઓછુ ચાલતું હોવાથી અને પત્ની બિમાર હતી. જેનો સારવારનો ખર્ચ પણ પુરો થતો નહી હોવાથી લૂંટ કરવાનો પ્લાન કર્યો હતો. બંન્ને પત્નીની ધરપકડ કરવામાં આવી છે. હાલ તો તેઓ હથિયાર કયાંથી લાવ્યા તે અંગે તપાસ ચાલી રહી છે.

(4:46 pm IST)