Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

પેટ્રોલના ભાવ વધારાનો વડોદરાના આનોખો વિરોધ : મફત પેટ્રોલ માટે વાહનચાલકોની લાંબી લાઈનો લાગી

મફત પેટ્રોલ પુરાવો વહેલા તે પહેલાની જાહેરાતને પગલે લોકો ઉમટયા

વડોદરા :પેટ્રોલના ભાવ વધારાનો વડોદરાના એક સંગઠન દ્વારા આનોખો વિરોધ કરવામાં આવ્યો છે. મફત પેટ્રોલ પુરાવો વહેલા તે પહેલાની જાહેરાતને પગલે સુભાનપુરા વિસ્તારના પેટ્રોલપંપ પર સવારથી જ વાહનચાલકોની લાંબી લાઈનો લાગી ગઈ હતી.

વડોદરાની સંસ્થા ટીમ રિવોલ્યુશન દ્વારા મફત પેટ્રોલ અપાશે ભાજપના હોદેદારોને ભાજપનુ કાર્ડ હોય બીજેપીનુ સ્ટીકર, ખેસ, લગાવીને આવશે, અથવા સામાન્ય જનતા જો ભારત માતાકી જય, વંદે માતરમ બોલશે તો તેમને મફતમા પેટ્રોલ આપવામાં આવશે તેવી જાહેરાતના પગલે લોકો ઉમટી પડ્યા હતા.

હાઇટેન્સન રોડ પરના ઇન્ડિયન ઑઈલના પેટ્રોલપંપ પર મર્યાદિત સંખ્યામાં મફત પેટ્રોલ આપવાની જાહેરાત છતાં વાહનચાલકોની લાંબી લાઈનો લાગી હતી.

(1:15 pm IST)