Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

રાજ્યમાં કોરોના થાક્યો : 11 જિલ્લાઓમા એકપણ કેસ નહીં : 7 જિલ્લામાં માત્ર એક-એક કેસ નોંધાયો

અમદાવાદ : રાજ્યમાં કોરોના હાંફી ગયો છે ગઈકાલે જાહેર થયેલ આંકડા મુજબ રાજ્યના 11 જિલ્લામાં કોરોનાનો નવો કેસ નોંધાયો નથી. જેમાં મોરબી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પાટણ, નર્મદા, મહિસાગર, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, અરવલ્લી અને સાબરકાંઠામાં કોઇ નવો કેસ સામે ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

 અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર ગ્રામ્ય અને ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં પણ શૂન્ય કેસ રહ્યા છે. રાજયના 7 જિલ્લા અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, મહેસાણા, પોરબંદર અને તાપીમાં માત્ર એક જ કેસ નોંધાયો છે

(1:08 pm IST)