Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

સંભવિત ત્રીજી લહેર સામે કલેકટરોને સાબદા કરતી સરકાર

ગાંધીનગરમાં કલેકટર - ડીડીઓ કોન્ફરન્સ : રસીકરણ પર વિશેષ ભાર : ડીજીટલ સેવાસેતુ, નલ સે જલ, મહેસૂલી તકરાર પ્રકરણ, ખાતાકીય તપાસ, સરકારી યોજનાઓની સમીક્ષા

રાજકોટ તા. ૨૮ : આજે ગાંધીનગર ખાતે દિવસભરની કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસુલ મંત્રી કૌશિક પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ વગેરે માર્ગદર્શક છે. સંભવિત ત્રીજી લહેરના સામના માટે સરકારે તમામ જિલ્લા વહીવટી તંત્રોને સાબદા કરી મહત્તમ રસીકરણ પર ભાર મૂકયો છે.

ડીજીટલ સેવાસેતુ, સંભવિત ત્રીજી કોરોના લહેર, તકરારી કેસ, એલ.આર.આર. કેસ, જમીન કૌભાંડો, વીએફ-૬ના કાગળોનું સ્કેનીંગ, આર.આઇ.સી. વીજીલન્સ કેસ, ખાતાકીય તપાસ, ચોમાસાની તૈયારી વગેરે મુદ્દાઓ કોન્ફરન્સમાં આવરી લેવામાં આવ્યા છે. સ્ટેમ્પ ડયુટીને લગતી ચર્ચા પણ થશે.

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. કોરોનાકાળમાં ગાંધીનગરમાં પ્રથમ વખત કલેકટર, ડી.ડી.ઓ. કોન્ફરન્સ યોજાયેલ છે. સરકારી યોજનાઓને સરકાર વધુ અસરકારક બનાવવા માંગે છે. અમુક યોજનાઓ પણ લાગુ થવાની સંભાવના છે.

(1:04 pm IST)