Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ગુજરાત સહિતના રાજયોમાં વિવિધ ક્ષેત્રે નોકરીઓઃ જલ્દી અરજી કરો

જેટકો, રાજકોટ મહાનગરપાલિકા, UPSC, હાઇકોર્ટ, નેશનલ કોલફીલ્ડસ, રાજય જાહેર સેવા આયોગ, બેન્ક, નેશનલ એગ્રીકલ્ચરલ, અર્થ સાયન્સ, પાવરગ્રીડ કોર્પોરેશન વિગેરે દ્વારા ભરતી

રાજકોટ  તા.  ર૮: દિવસે દિવસે શિક્ષણનું મહત્વ વધતા ઉચ્ચ કારકીર્દી બનાવવા માટે આજનું યુવાધન સતત આતુર રહેતું હોય છે. સોનેરી ભવિષ્ય બનાવી આપતી લાખેણી નોકરી કરવા પણ તલપાપડ હોય છે. વિવિધ ક્ષેત્રે નોકરીનું મહત્વ પણ સતત વધતુ જાય છે ત્યારે હાલમાં ભારતમાં અલગ-અલગ જગ્યાએ ચાલતી ભરતી પ્રક્રિયા જોઇએ તો....

* ધ ઇન્સ્ટીટયુટ ઓફ બેન્કીંગ પર્સોનલ સિલેકશન (IBPS)  દ્વારા ર૮-૬-ર૦ર૧ ની છેલ્લી અરજી તારીખ સાથે ઓફીસર્સ વિગેરેની ફુલ ૧૦૩૬૮ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.

https://www.ibps.in/

* ધ હિમાચલ પ્રદેશ સ્ટેટ કો-ઓપરેટીવ બેન્ક લી. (HPSCB) દ્વારા ર-૭-ર૧ની છેલ્લી અરજી તારીખ સાથે જુનીયર કલાર્ક વિગેરેની કુલ ૧૪૯ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.

https://hpscb.com

* પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા લી. દવારા ર૯-૬-ર૦ર૧ની છેલ્લી અરજી તારીખ સાથે ડીપ્લોમાં ટ્રેઇની (ઇલેકટ્રીકલ)ની કુલ ૩પ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.

https://www.powergrid.in

* ધ નેશનલ સેન્ટર ફોર અર્થ સાયન્સ સ્ટડીઝ (NCESS) દ્વારા ૭-૭-ર૧ ની છેલ્લી અરજી તારીખ સાથે લેબોરેટરી આસીસ્ટન્ટ વિગેરેની કુલ પ૧ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.

https://www.ncess.gov. in

* નેશનલ  એગ્રીકલ્ચરલ કો ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન ઓફ ઇન્ડીયા લી. (NAFED) દ્વારા ર૮-૬-ર૧ની છેલ્લી અરજી તારીખ સાથે આસીસ્ટન્ટ મેનેજર વિગેરેની કુલ પ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.

https://vamnicom.gov. in

* NCL દ્વારા ૩૦-૬-ર૦ર૧ ની છેલ્લી અરજી તારીખ સાથે એપ્રેન્ટીસની કુલ ૧પ૦૦ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.

https://nclcil. in

* રાજસ્થાન પબ્લીક સર્વિસ કમીશન (RPSC) દ્વારા ૧૩-૭-ર૦ર૧ની છેલ્લી અરજી તારીખ સાથે પ્રધાનાધ્યાપક, પ્રવેશીકા વિદ્યાલય વિગેરે ની કુલ ૮૩ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.

https://rpsc.rajasthan.gov. in

* યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા ૨૯-૬-૨૦૨૧ની છેલ્લી ઓનલાઈન અરજી તારીખ સાથે નેશનલ ડીફેન્સ એકેડેમી (NDAે) તથા નેવલ એકેડેમી (NAે)માં કુલ ૪૦૦ ઉમેદવારોની ભરતી માટે એડમીશન પ્રક્રિયા ચાલી રહી છે. સાંજે ૬ વાગ્યા સુધી અરજી કરી શકાય છે.

upsconline.nic.in 

* નેશનલ કોલફીલ્ડસ લિમિટેડ (NCL) દ્વારા મધ્યપ્રદેશ તથા ઉત્તર પ્રદેશમાં વિભિન્ન વિભાગોમાં ૧૫૦૦ જેટલા એપ્રેન્ટીસની ભરતી કરવા માટે ૯-૭-૨૦૨૧, સાંજે ૫ વાગ્યા સુધીમાં અરજીઓ મંગાવવામાં આવી છે.

https://apprenticeshipin. dia.org/

* મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા ૧૪ જેટલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા ૨૫-૬-૨૦૨૧થી શરૂ કરવામાં આવી છે.

https://mphc.gov.in

* જેટકો દ્વારા વિદ્યુત સહાયકની કુલ ૩૫૨ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમા ઈલેકટ્રીકલની ૩૦૦ તથા સિવિલની ૫૨ જગ્યાઓ છે. ૧૮-૬-૨૦૨૧થી ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે.

recruitment in getco

* રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ સ્કીમ હેઠળ વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટીસની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

rmc apprentices recruitment 2021

સત્તા સાથે સેવા કરવાનો અને સન્માન મેળવવાનો મોકો આપતી ઘણી બધી નોકરીઓ હાજર છે ત્યારે યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, આત્મવિશ્વાસ, હકારાત્મક અભિગમ, સ્વપ્રયત્ન, સમાજ માટે કંઈક કરી છૂટવાની તમન્ના તથા ઈશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો-મંડી પડો. લાખેણી નોકરી તથા ઉજ્જવળ કારકિર્દી આપ સૌની રાહ જોઈ રહી છે. સાચી નીતિથી મહેનત કરનારને ઈશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ.

(11:54 am IST)