Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

સતત ૭મી વખત સરકાર બનાવવાનો સંકલ્પ : ભાજપ કારોબારીમાં 'હોમ વર્ક'

પ્રથમ વખત ઓનલાઇન પ્રદેશ કારોબારી : સાંજે જાહેર થશે નવા કાર્યક્રમો : વિધાનસભાની ચૂંટણી માટેના સંભવિત પડકારોની ચર્ચા : 'આપ'ના આગમનથી સમીકરણો બદલાયા : પેઇજ પ્રમુખ પર વિશેષ ભાર

રાજકોટ તા. ૨૮ : ગુજરાત પ્રદેશ ભાજપની ઓનલાઇન કારોબારી આજે બપોરે ૩ વાગ્યાથી કમલમ્ પ્રદેશ કાર્યાલય ખાતે અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળનાર છે. જેમાં ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવાની રૂપરેખા તૈયાર થશે. પ્રથમ વખત વર્ચ્યુઅલ કારોબારી મળી રહી છે. જિલ્લાના અપેક્ષિત આગેવાનો જિલ્લા કક્ષાએથી જોડાશે.

ભાજપને ૧૯૯૫ પછી સતત ૬ ચૂંટણીમાં બહુમતી મળી છે. જેમાં ૧૯૯૫, ૧૯૯૮, ૨૦૦૨, ૨૦૦૭, ૨૦૧૨, ૨૦૧૭નો સમાવેશ થાય છે. હવે ૭મી વખત ૨૦૨૨માં ચૂંટણી આવી રહી છે. ૨૦૧૭માં ૧૫૧ના લક્ષ્યાંક સામે ૯૯ બેઠકો મળી હતી.

આ વખતે ફરી ઉંચા લક્ષ્યાંક સાથે પાર્ટી મેદાને આવી રહી છે. આમ આદમી પાર્ટીની સક્રિયતાથી સમીકરણો ફર્યા છે. પેઇજ સમિતિઓની રચના પર ભાજપ વિશેષ ધ્યાન આપવા માંગે છે, વૃક્ષારોપણ સહિત નવા કાર્યક્રમો જાહેર કરવામાં આવશે. સંભવિત ત્રીજી લહેર સામે પણ કાર્યકરોને સાબદા કરાશે.

(11:52 am IST)