Gujarati News

Gujarati News

News of Sunday, 28th June 2020

વલસાડ જિલ્લામાં કોરોના કેસો સામે તંત્ર જાગે એ જરૂરી : ,તંત્રની જાગરૂકતાનો અભાવ લોકો માટે મુશ્કેલીરૂપ બનશે

જિલ્લામાં હોટલોમાં એક પણ જાતનું પાલન નથી , વલસાડ જિલ્લાના ઉદવાડા ટોલ નાકે પણ લોલમલોલ , તંત્ર એક્સન મોડમાં આવે

(કાર્તિક બાવીશી દ્વારા  ) વલસાડ જિલ્લામાં કોરોના કેસો દિવસેને  દિવસે વધી રહ્યા છે તંત્ર માત્ર દેખાડો કરે છે વલસાડ જિલ્લામાં હોટલોમાં એક પણ જાતનું પાલન નથી થતું અમુક હોટલ જ પાલન કરે છે વલસાડ જિલ્લાના ઉદવાડા ટોલ નાકે પણ લોલમલોલ છે તેવી ચર્ચા છે તંત્ર એક્સન મોડમાં આવે હવે તેવી જરૂર છે

  વલસાડ જિલ્લામાં તંત્રમાં જાગરૂકતાનો અભાવ છે અનેક હાઈવે પર હોટલો સરકારની ગાઈડ લાઇનને હાસ્ય સમજી પાલન નથી કરતા તેની સામે વલસાડ જિલ્લા કલેકટર આર.આર.રાવલ તંત્રને આદેશ સાથે ફ્રી હેડ આપે તેવી લોકોની માંગ છે અનેક ભલામણ તંત્રને રાખવી પડે છે પણ હવે એ ભૂલવું પડશો તો જ કોરોના સામે લોકો જાગશે એક કહેવત છે સોટી પડે છમ છમ તો જ લોકોને કાયદાનું પાલન કરતા શીખવશો તંત્ર પાણી પેલા પાડ બાંધે એ જરૂરી છે બાકી કોરોના વિસ્ફોટ સરજે તો નવાઈ નહી.

(9:39 pm IST)