Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

'આર્ટિકલ-૧પ' ફિલ્મને બ્રહ્મસમાજ- કરણી સેનાના અગ્રણીઓની કલીનચિટ

આયુષ્માન ખુરાનાની ફિલ્મની રીલીઝ સામે અગાઉ વિરોધ કરાયો હતો

અમદાવાદ તા. ર૮ :.. આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'આર્ટિકલ-૧પ' આજે સિનેમાઘરોમાં રીલીઝ થઇ છે. જો કે આ ફિલ્મ રીલીઝ થઇ છે., જો કે આ ફિલ્મ રીલીઝ થાય તે પહેલાં જ ગુજરાતમાં બ્રહ્મ સમાજ દ્વારા તેનો વિરોધ થયો હતો અને ફિલ્મ જ્ઞાતિવાદના મુદે બનેલી હોવાના આક્ષેપ સાથે આજે અમદાવાદના વાઇડ એંગલમાં બ્રહ્મસમાજ, કરણી સેના અને હિન્દુવાહીના અગ્રણીઓએ પહેલાં ફિલ્મ નિહાળી હતી. આ અગ્રણીઓએ ફિલ્મને કલીનચિટ આપતાં ગુજરાતમાં આ વિવાદ પર હાલ પુર્ણવિરામ મુકાયું છે.

અમદાવાદના બ્રહ્મસમાજે સિનેમા એસોસીએશનને જ્ઞાતિ આધારિત ફિલ્મ ન બનાવવાની માગણી સાથે ગુજરાતમાં ફિલ્મ રીલીઝ ન કરવા ગઇ કાલે આવેદન આપ્યું હતું. ઉત્તર પ્રદેશના બદાયુ જિલ્લામાં ર૦૧૪ માં એક ગામડાની બે  બાળકીઓ પર ગેંગ રેપ થયો હતો. આ કથા આધારિત બોલીવુડ ફિલ્મ બનાવવામાં આવી છે, જેનું ટ્રેલર ર૭ મે એ રીલીઝ થયા બાદ સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.

જો કે આજે બ્રહ્મસમાજ, કરણીસેના અને હિન્દુવાહીની સંગઠને વાઇડ એંગલ મલ્ટિપ્લેકસમાં આર્ટિકલ-૧પ ફિલ્મને રીલીઝ થતાં પહેલાં નિહાળી હતી. ફિલ્મ જોયા બાદ ત્રણેય સંગઠનોએ ફિલ્મમાં કોઇ સમાજની લાગણી દુભાય તેવું કાંઇ પણ બતાવવામાં આવ્યુ નથી તેમ જણાવી આ ફિલ્મને કલીનચીટ આપી હતી. અને તેમનો આ ફિલ્મ અંગેનો વિરોધ પાછો ખેંચ્યો હતો.

(3:40 pm IST)