Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

તાપી, ભરૂચ, વલસાડ અને નર્મદા જિલ્લામાં ફરી વરસાદની એન્ટ્રી

વ્યારા, સોનગઢ, વાલોડમાં છૂટો છવાયો વરસાદ;નર્મદા જિલ્લામાં ધોધમાર વરસતા ખેડૂતોમાં ખુશી

 

સુરત :દક્ષિણ ગુજરાતમાં ફરીવાર મેઘરાજાએ એન્ટ્રી કરી છે.તાપી, ભરૂચ, વલસાડ, નર્મદામાં વરસાદ પડ્યો છે. તાપી જીલ્લામાં વરસાદે ફરી એન્ટ્રી કરી છે. વ્યારા, સોનગઢ, વાલોડ સહિતના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડતા ઠંડક પ્રસરી ગઈ છે.

  ભરૂચમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો હતો, અને ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે.વલસાડમાં પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. વાપી અને આસપાસના વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. સમગ્ર જીલ્લામાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. નર્મદા જીલ્લામાં પણ 24 કલાકના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થઈ ગયો છે. આજે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

(10:09 pm IST)