Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ: વધુ બે મકાનમાંથી ચોરીનો પ્રયાસ થયો

ગાંધીનગર:શહેરમાં ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહયા છે ત્યારે સે-૬માં બે દિવસ અગાઉ તસ્કરો ત્રાટકયા બાદ ગઈરાત્રીએ પણ તસ્કરોએ બે બંધ મકાનોના તાળાં તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વસાહતીઓ જાગી જતાં તસ્કરો નાસી છુટયા હતા.

તો સે-ર૪માં પણ એક મોબાઈલની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. શહેરમાં વધેલી ઘરફોડ ચોરીઓથી પોલીસના રાત્રી પેટ્રોલીંગની પોલ ઉઘાડી પડી ગઈ છે.

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં ઘરફોડ ચોરી વધવાના કારણે પોલીસ દ્વારા તંબુ ચોકી બનાવવાની સાથે સેકટરોમાં પોલીસ ચોકી પણ ઉભી કરવામાં આવી હતી. જેના કારણે સેકટરોની અંદર અસરકારક પેટ્રોલીંગ થઈ શકે અને ઘરફોડ ચોરીના બનાવો અટકાવી શકાય.

પરંતુ ચોરીઓ ઘટવાના બદલે સતત વધી રહી છે. છેલ્લા થોડા સમયથી તસ્કરોએ નવા સેકટરોને નિશાન બનાવવાનું શરૃ કરી દીધું છે. સે-૪, ૩ અને સે-૬માં ઘરફોડ ચોરી થયા બાદ ગઈરાત્રીએ પણ તસ્કરો ફરીવાર પ્રગટ થયા હતા.

(6:07 pm IST)