Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

સુરતના સચિન વિસ્તારમાં ડિપોઝીટની રકમ ન આપતા મકાનમાલિકે ભાડુઆત પર જીવલેણ હુમલો કર્યો

સુરત:ના સચિન વિસ્તારમાં એક મકાન માલિક દ્વારા ભાડૂઆતનું ગળું અને ગુપ્તાંગ કાપી નાખવાની ઘટના ઘટી છે. આ ઘટનામાં મકાન માલિક અને ભાડુઆત વચ્ચે ડિપોઝિટની 10,000 રૂપિયાની રકમને લઈને ચાલતા ઝઘડામાં હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે હાલ ભાડૂઆતને સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્તા માહિતી અનુસાર, સુરતનાં સચિન વિસ્તારમાં મૂળ ઓરિસ્સાનો ભલ્લુ કવિ નાયક પરિવાર સાથે ભાડાના મકાનમાં રહે છે. આજ રોજ મકાન માલિક ભલ્લુના ઘરમાં ઘૂસી આવ્યો હતો. અને બાથરૂમમાં રહેલા ભલ્લુનું ગળું અને ગુપ્તાંગ કાપી નાખી ફરાર થઈ ગયો હતો. જેથી ભલ્લુ અને તેની પત્ની ઘરની બહાર દોડી આવી બચાવોની બૂમાબૂમ કરી હતી. ત્યારબાદ 108ની મદદથી ભલ્લુને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલામાં પોલીસ ભલ્લુના નિવેદનની રાહ જોઈ રહી છે.

(6:06 pm IST)