Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

કપડવંજમાં બેંકમાં નાણાં જમા કરાવવા ગયેલ નિવૃત શિક્ષકના 1 લાખની ચીલઝડપ કરી ગઠિયા છનનન....

કપડવંજ: શહેરમાં આવેલ સેન્ટ્રલ બેંકમાંથી આજે બપોરે બેંકમાં નાણાં જમા કરાવવા ગયેલ નિવૃત્ત શિક્ષક પાસેથી બે અજાણ્યા શખ્સે રૂપિયા ૧ લાખની ચીલઝડપ કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં કપડવંજ ટાઉન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. 

મળેલ વિગત મુજબ કપડવંજના હાર્દસમા વિસ્તારમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા આવેલ છે. આ બેંકમાં કપડવંજ રત્નાકરમાતા રોડ ઉપર રહેતા ગોવિંદભાઈ હરીભાઈ પટેલ (નિવૃત્ત શિક્ષક) રૂપિયા ૧ લાખ બેંકમાં જમા કરાવવા ગયા હતા. તેઓ કેશ કાઉન્ટર ઉપર બેંકમાં નાણાં જમા કરાવવા લાઈનમાં ઉભા હતા. ત્યારે બે અજાણ્યા ઈસમોએ ગોવિંદભાઈ પટેલ સાથે વાતો કરવા લાગ્યા હતા. અજાણ્યા ઈસમો સાથે વાતો કરવામાં વ્યસ્ત હતા. ત્યારે અજાણ્યો ઈસમ ગોવિંદભાઈની નજર ચૂકવી થેલીમાં મૂકેલ રૂપિયા ૧ લાખની ચલણી નોટોની ચીલઝડપ કરી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ નિવૃત શિક્ષકને પોતાના નાણાં ભરેલી થેલીની ચીલઝડપ થયાની જાણ થતા બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી બેંકના કર્મચારીઓ આ ઘટનાથી ચોકી ઉઠ્યા હતા. બેંકના અધિકારીએ તુરંત જ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી સીસીટીવી ફૂટેજ મેળવી અજાણ્યા ઈસમોની આ ચીલઝડપ થયાની જાણ થતાં બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી બેંકના કર્મચારીઓ આ ઘટનાથી ચોકીં ઉઠ્યા હતા. બેંકના અધિકારીએ તુરંત જ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી સીસીટીવી ફૂટેજ મેળવી અજાણ્યા ઈસમોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. આ ચીલઝડપની ઘટનાને પગલે લોકોમાં ફ્ફડાટ વ્યાપી ગયો હતો. 

(6:03 pm IST)