Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

જુલાઈમાં પ્રથમ ખેલો ઈન્ડિયા (દિવ્યાંગ) સ્પર્ધા ગાંધીનગરમાં

 અમદાવાદ : મીનીસ્ટ્રી યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટસ દ્વારા ખેલો ઇન્ડીયાનોર્મલ રમતોવીરો માટે આયોજન થયું હતુ જેના અનુસંધાને દિવ્યાંગરમતવીરો માટે ખેલો ઇન્ડીયા આયોજન કરવામાં આવે છે. મિનીસ્ટ્રી  યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટસ દ્વારા ખેલો ઇન્ડીયામાં જિલ્લા રમોત્સવ, રાજય રમતોસ્વનું આયોજન  દરેક રાજયોમાં કરવામાં આવેલ હતું. સ્પેશિયલ ઓલિમ્પિકસ દ્વારા દેશમાં સૌ પ્રથમ વખત ખેલો ઈન્ડિયા નેશનલ ચેમ્પિયનશીપનું આયોજન માનસિકક્ષતિ ધરાવતા દિવ્યાંગવીરો માટે કરવામાં આવી રહ્યુ છે જેની સંપૂર્ણ જવાબદારી સ્પેશિયલ ઓલિમ્પિકસ ભારત - ગુજરાતને આપવામાં આવી છે.

ખેલો ઈન્ડિયા (દિવ્યાંગ) નેશનલ ચેમ્પિયનશીપનું આયોજન તા.૫ થી તા.૯ જુલાઈ દરમિયાન ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે કરવામાં આવશે. સ્પર્ધાની ઓપનીંગ સેરેમની તા.૬ જુલાઈના સાંજે ૭ વાગ્યે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે કરવામાં આવશે.

(3:37 pm IST)