Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

ગુજરાત વોટર મૅનેજમૅન્ટમાં અવ્વલ છતાં તો જળસંકટ કેમ? નીતિ આયોગે આપ્યો જવાબ

નીતિ આયોગે જળ સંકટ પરના રિપોર્ટમાં જળ વ્યવસ્થાપન માટે 24 રાજ્યોને અપાયેલા રેન્કિંગમાં ગુજરાત ટોચ પર રહ્યું હતું. ચેક ડેમ, જળ સંચય, અન્ય પગલાંનાં કારણે ગુજરાતમાં ભૂગર્ભ જળસ્તર વધ્યું છે. નીતિ આયોગના ઉપ-અધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું, અપૂરતા વરસાદથી ગુજરાતમાં જળસંકટની સ્થિતિ ઊભી થઈ હતી. તેનાં કારણે વોટર મૅનેજમૅન્ટ ક્ષેત્રે જે કાંઈ કર્યું છે, તેને નકારી ન શકાય.

(1:03 pm IST)