Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

સુરતની ડાયમંડ એકસપોર્ટ કરતી કંપની ઉપર ઈન્‍કમટેક્ષના દરોડા

મોટાગજાના ઉદ્યોગપતિ પોપટભાઈ સવાણી ગ્રુપના ‘જનની એકસપોર્ટ' ઉપર દરોડાનો દોર : સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટના ૧૨૦થી વધુ અધિકારીઓના કાફલાનું ઓપરેશન ચાલુ

રાજકોટ, તા. ૨૮ : ઈન્‍કમટેક્ષ ડિપાર્ટમેન્‍ટ દ્વારા ફરીથી દરોડાનો દોર શરૂ કરાયો છે. સુરતની એક ડાયમંડ એકસપોર્ટ કરતી કંપની અને મોટા ગજાના ઉદ્યોગપતિ પોપટભાઈ સવાણી ગ્રુપની ‘જનની એક્‍સપોર્ટ' ઉપર આઈટી વિભાગ દ્વારા આજથી દરોડાનો દોર શરૂ કરવામાં આવ્‍યો હોવાનું જાણવા મળે છે. સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટના ૧૨૦ અધિકારીઓની ટીમ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું છે.

૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષમાં ઈન્‍કમટેક્ષ ડીપાર્ટમેન્‍ટ દ્વારા કાળુનાણુ શોધવા મેગા ઓપરેશન હાથ ધર્યુ છે. આજે સવારથી સુરતની ટોચની ડાયમંડ એકસપોર્ટ કરતી કંપની જનની એકસપોર્ટ ઉપર સુરત ઈન્‍વેસ્‍ટીગેશન વિંગ ઓફ ઈન્‍કમટેક્ષ દરોડા પાડયા છે. સુરતમાં આવેલા પોપટભાઈ સવાણી ગ્રુપના જનની એકસપોર્ટના ૯ સ્‍થળોએ રાજયના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટના ૧૨૦થી વધુ આયકર અધિકારીઓના કાફલાએ ઓપરેશન હાથ ધર્યુ છે.

આવકવેરા વિભાગ દ્વારા એકસપોર્ટ નાણાકીય વ્‍યવહારો તેમજ અન્‍ય પાસાઓને નાણાકીય વ્‍યવહારની લેવડ-દેવડ ઉપર તપાસ કેન્‍દ્રીત કરી છે. મોડી સાંજ અથવા આવતીકાલ સવાર સુધી દરોડા ચાલુ રહેવા સંભવ છે.

(10:45 am IST)