Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

રાજપીપળા ખાતે વિશ્વ માસિક સ્રાવ સ્વચ્છતા દિવસ નિમિત્તે બર્ક ફાઉન્ડેશન દ્વારા સેનેટરી પેડનું વિતરણ કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાની APMC નાં હોલમાં આજે બર્ક ફાઉન્ડેશન દ્વારા વિશ્વ માસિક સ્રાવની સ્વચ્છતા દિવસ નિમિત્તે સેનેટરી પેડનુ વિતરણ કરવામાં આવ્યું હતું
માસિક ધર્મના સમયે કઈ રીતે શું કરવું અને કેવા પ્રકારની કાળજી લેવી સહિતના મુદ્દાઓ પર હાજર 500 થી વધુ  મહિલા અને યુવતીઓને વિગતવાર જાણકારી આપવામાં આવી હતી જેમાં હાજર મહાનુભવો એ બર્ક ફાઉન્ડેશન ની આજના સેનેટરી પેડ વિતરણ સહિત  કોરોના કાળ દરમિયાન ભોજન સહિતની કામગીરી ને એકલા હાથે જરૂરિયાતમંદ લોકો માટે વર્ષોથી નિખાલસ ભાવે સેવા કરતા બર્ક ફાઉન્ડેશન નાં જ્યોર્જ બર્ક, મારિયા બર્ક સહિત તેમના આખા પરિવાર દ્વારા કરાતી આ સેવા પ્રવુતિ ને બિરદાવી હતી.
આ સફળ કાર્યક્રમ માં અનિલભાઈ રાણપરીયા સમાજ સુરક્ષા અધિકારી,ચેતન ભાઈ પરમાર બાળ સુરક્ષા અધિકારી,કમલેશભાઈ પટેલ વિસ્તરણ અધિકારી,જનકભાઈ નાયક નાયબ મામલતદાર તીલકવાડા,દક્ષાબેન વસાવા સમાજ કલ્યાણ નિરીક્ષક,Icds જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી, ડો.ઘરીયા, મનીષાબેન બ્રહ્મભટ્ટ,સખી વન સ્ટોપ સેન્ટર અને પિરામલ ફાઉન્ડેશન નાં હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

(11:22 pm IST)