Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

આ ખૂંખાર અપરાધીઓ શું કરે છે? સુરત પોલીસ દ્વારા ૨૫૦ શંકાસ્‍પદ મકાનો પર વ્‍હેલી સવારે ઓપરેશન હાથ ધરાયુ

પોલીસ કમિશનર અજયકુમાર તોમરની લોકોને ભયમુકત બનાવવાની રણનીતિ અંતર્ગત નાયબ પોલિસ કમિશનર સજ્જનસિંહ પરમારના નેતૃત્‍વમાં ઓચિંતો હથિયાર કાફલો ત્રાટકતા સન્‍નાટો : સંખ્‍યાબંધ ખતરનાક અપરાધીઓ, હથિયારો, બિનવારસી વાહનો, વિવિધ ગુન્‍હાઓમાં ફરાર આરોપીઓને રાતોરાત ઉપાડી લેવામાં આવ્‍યાઃ જેલ બહાર, જેલમાં રહેલા અપરાધીઓની હિલચાલ જાણી

રાજકોટ, તા.૨૮:   સુરત શહેરને ડ્રગ્‍સ મુકત બનાવવાના અભિયાનને પોલીસ ટીમ સાથે લોકોનો જબરજસ્‍ત સહયોગ મળતા , શહેરને ગુનેગારોની ચુંગાલમાંથી બચાવવા માટે અનુભવી અધિકારીઓની મદદથી ખાસ રણનીતિ પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા  તૈયાર કરવાના પગલે પગલે ફરી એક વખત સુરત પોલિસ દ્વારા હાથ ધરાયેલ ઓપરેશનને જબરદસ્‍ત સફળતા મળતાં આવા ઓપરેશન વિશેષને વિશેષ હાથ ધરવા માટે પણ આખો માસ્‍ટર પ્‍લાન હાથ ધરવામાં આવ્‍યો છે.                                   
મૂળ સૌરાષ્‍ટ્રનું પાણી પીધેલ નાયબ પોલીસ કમિશનર સજ્જનસિંહ પરમારના નેતૃત્‍વ હેઠળ ૬૪ પોલીસના કાફલા સાથે હથિયારબંધ પોલીસ સ્‍ટાફ પોલીસ ચોપડે વિવિધ ગુન્‍હાના આરોપી તરીકે નોંધાયેલા શખ્‍શો શું કરી રહ્યા છે તે ચેક કરવા માટે સવારે પાંચ વાગ્‍યાથી પોલીસ ઓપરેશન પ્રારંભ કરવામાં આવેલ.                  
પોલીસ કાફલા સાથે એક મદદનીશ પોલિસ કમિશનર ,એક પીઆઇ અને પાંચ પીએસઆઈ પણ સામેલ કરવામાં આવેલ. પોલીસ કાફલા દ્વારા અન્‍ય વાહન સાથે કેદીઓને લેવા મૂકવાં માટે ઉપયોગમાં લેવાતાં બે પ્રિઝન વાહન પણ સામેલ રાખવામાં આવેલ.                         
કેપોટસ વિસ્‍તારના એક ખાસ વિસ્‍તારમાં ૨૫૦ જેટલા ઘરે ચેકીંગ ધોંસ બોલાવવામા આવેલ આ ખતરનાક અપરાધીઓ ઘરે છે કે બહાર છે તો કયા છે તેમની જયાં હતા ત્‍યાં પ્રમાણ સાથે હાજરી ચેક કરવામાં આવેલ.                   
પોલીસ દ્વારા ફરારી આરોપીઓને પણ અન્‍ય અપરાધીઓ સાથે ગોતી કાઢવામાં આવેલ.વિવિધ ગુન્‍હાના એક ડઝન અપરાધીઓને ઉપાડી લેવાયા હતા .પોલીસ દ્વારા બિન વારસી વાહનો પણ કબ્‍જે કરવામાં આવતા પોલીસ કાર્યવાહીથી ખળભળાટ મચી ગયો હતો.

 

(1:28 pm IST)