Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

મુખ્યમંત્રી રૂપાણીએ મુંબઈના સામાજિક કાર્યકર રમેશભાઈ સોલંકીના એક ટ્વિટ કર્યાના ગણતરીના ક્લાકોમાં પોરબંદર આસપાસના સ્થાનિકોને રાશન પહોંચાડાવીને જનસેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું

રાજકોટ : મુંબઈના વિખ્યાત સામાજિક કાર્યકર રમેશભાઈ સોલંકીએ ટવિટરના માધ્યમ દ્વારા મુખ્યમંત્રી રૂપાણીને આજે બપોરે સમસ્યા રજુ કરેલ. આની સાથેજ મુખ્યમંત્રી વિજયભાઈએ ગણત્રીના ક્લાકોમાં ટ્વિટમાં જણાવાયેલ સ્થળ પર રાશન પહોંચાડીને સાચા જનસેવકનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આજે બપોરે મુંબઈના સામાજિક કાર્યકર રમેશભાઈ સોલંકીએ પોતાની એક ટ્વિટમાં મુખ્યમંત્રી રૂપાણી અને CMO ગુજરાતને ટાંકીને જણાવેલ કે "પોરબંદરમાં અને આસપાસ રહેતા મિત્રો અને પરિવારોને સહાયની જરૂર છે. વૃદ્ધાશ્રમમાં રહેતા લગભગ 20 લોકોને સહાયની જરૂર છે. કૃપયા મદદ કરો." આ ટ્વિટ કર્યાની ગણતરીની ક્લાકોમાં મુખ્યમંત્રી વિજયભાઈએ તંત્રને સૂચનાઓ આપીને સ્થાનિકોને મદદ પહોચતી કરી હતી.

સ્થાનિકોને મદદ મળી ગયા બાદ રમેશભાઈ સોલંકીએ ફરી ટ્વિટ કરીને મુખ્યમંત્રી રૂપાણીનો આભાર માનતા જણાવ્યુ હતું કે "તમારી તત્કાળ કાર્યવાહી બદલ માનનીય સીએમ શ્રી વિજય રૂપાણીજીનો ખૂબ ખૂબ આભાર. તમે ઇ-ગવર્નન્સનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રદાન કરી રહ્યાં છો. જે બાબતે મેં ટ્વીટ કર્યું છે તે હલ થઈ ગઈ છે. ફરીથી આભાર."

(10:50 pm IST)