Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

કોરોનાના દર્દીઓ ફરજિયાત ખાનગી હોસ્પિટલના સહારે

એસવીપી હોસ્પિટલમાં વેન્ટીલેટર ધૂળ ખાય છે : ૧૦૦૦ બેડની હોસ્પિટલ ૬૫૦ બેડની જ થઇ ગઈ

અમદાવાદ તા.૨૮ : અમદાવાદમાં કોરોનાના એકબાજુ કેસ વધતા જાય છે. જ્યારે બીજી બાજુ એસવીપી હોસ્પિટલમાં કોરોનાના બેડ ઘટાડતા જાય છે ને હવે હજાર બેડમાંથી ૬૫૦ બેડ થઈ ગયા છે અને સંકલનના અભાવે દર્દીઓની હાલત વધુ કફોડી બની છે. જેના લીધે દર્દીઓને ફરજિયાત ખાનગી હોસ્પિટલ પાસે જવું પડે છે. સંકલનના મુદ્દે રાજીવ ગુપ્તા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના કહેરે માઝા મુકી છે ત્યારા એસવીપી હોસ્પિટલમાં કોરોના માટે સ્પેશિયલ વોર્ડર ઉભો કરી ૧૦૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે તેમ કહી પબ્લિસિટી વ્યવસ્થા કરવામાં આવી છે તેમ કહી પબ્લિસિટી મેળવ્યા બાદ અમદાવાદમાં દિન પ્રતિદિન કોરોનાના કેસો વધતા જાય છે. સરેરાશ ૨૫૦ જેટલા દર્દીઓનો રોજ વધારો થઈ રહ્યો છે.

                આ આંકડો ૧૧ હજારને પાર કરી ગયો છે અને દેશમાં સૌથી વધુ મૃત્યુઆંક ૭૬૪ પહોંચ્યો છે. જે સ્થિતિ બતાવે છે કે કેટલી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. કફોડી સ્થિતિમાં એસવીપી હોસ્પિટલે હવે ૬૫૦ જેટલા બેડની પથારી હોવાનું જણાવી દર્દીઓને અન્ય સ્થળે સારવાર લેવાનું હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવે છે. હાઉસફુલનું કારણ આગળ ધરીને દર્દીઓને ખાનગી હોસ્પિટલ તરફ વાળવા પાછળ સત્તાધિશોની શું અભિલાષા છે તે ખબર પડતી નથી. લોકડાઉનને લીધે  આર્થિક સ્થિતિ નબળી પડી છે અને બીજી બાજુ સરકારી હોસ્પિટલ સારવાર કરવાની આનાકાની કરતા લોકોની હાલત વધુ બદલ બની છે. વેન્ટીલેટર સહિત અનેક આઈસીયુની મશીનરી અને બેડ ધૂળ ખાઈ રહ્યા છે. કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા જો સ્ટાફની અછત હોય તો અન્ય કોર્પોરેશનની હોસ્પિટલમાંથી સ્ટાફને કેમ બોલાવાતો નથી. કોર્પોરેશનના સત્તાધિશના અણઘડ વહિવટ સામે અને વીએસનો સંપૂર્ણપણે ઉપયોગ થાય તે કરવા સામે રાજીવ ગુપ્તા કેમ મૌન છે તે સામે પ્રશ્નો લોકો ઉઠાવી રહ્યા છે.

(10:08 pm IST)