Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

વિસ્થાપનની લટકતી તલવાર વચ્ચે જીવતા 14 ગામોના આદિવાસીઓની વ્હારે સરપંચ પરિષદના નિરંજન વસાવા

૭૦ વર્ષ થી હાલાકી ભોગવી રહેલાં આદિવાસીઓને યોગ્ય પ્રતિનિધિત્વની જરુર:નિરજન વસાવા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : 70 વર્ષથી બલિદાન આપી હાડમારી ભોગવી રહેલાં કેવડીયા અને આજુ બાજુના ગામોના આદિવાસીઓની સમસ્યાઓનું નિવારણ લાવવા મેદાને પડેલાં સરપંચ પરિષદના નિરંજન વસાવાએ ભણેલાં ગણેલા આદિવાસીઓને એક થઈ આગળ આવવા હાંકલ કરી છે.

 

             કેવડિયા, વાગડિયા, નવાગામ, લીમડી, કોઠી, અને ગોરા આ 6 ગામનો વિસ્થાપનનો પ્રશ્ન 1961-62 થી ચાલુ છે, છતાં 70 વરસથી ઉકેલ લાવવા આ ગામોના ભણેલા, નોકરિયાતો એ કરેલાં પ્રયત્નો જનપ્રતિનિધિઓ અને સંગઠનો સુધી યોગ્ય રીતે પહોંચ્યા નથી,એવું કેમ ? આદિવાસી સમાજના લોકોને અન્યાય થાય એની સામે લડવાની સમગ્ર સમાજ તેમજ દરેક સમાજ ની ફરજ અને જવાબદારી પણ સમગ્ર સાચી હકીકત જણાવવી જોઈએ અને કેવી રીતે સરકાર અન્યાય કરી રહી છે એ જણાવવું જોઈએ કારણ કોઈપણ સાચી માહિતી જાણતા ના હોય તો લોકો સમર્થન માટે આગળ આવતા નથી એ આપણે RBC ની લડત દરમિયાન અનુભવ્યું છે,1956 થી આ ભૂલ ચાલતી હતી જે 1978 માં સુધારવી જોઈતી હતી, તે ના સુધારી પરિણામે 2017 માં આપણે જાગ્યા પછી છેલ્લા ત્રણ વર્ષથી સતત સોશ્યલ મીડિયામાં સાચી હકીકત જણાવીને આપણે એ પ્રશ્નને સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચાડી શક્યા.
             કેવડીયા પંથક ના લોકો ની સમસ્યા નો ઘરમુળ થી નિવારણ લાવવા માટે શિક્ષીત આદિવાસીઓ આગળ આવી સરકાર મા યોગ્ય રજુઆત કરીશુ તો પરિણામ ચોક્કસ આવશે તેમ નિરંજન વસાવા એ જણાવ્યું હતું.

(8:23 pm IST)