Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

નર્મદા : કોંગ્રેસના સ્પીક અપ ઇન્ડિયા અભિયાનમાં યુવા નેતાઓએ કેવડિયામાં થયેલ સર્વે મુદ્દે વિરોધ નોંધાવ્યો : સરકાર ઉપર લગાવ્યા ગંભીર આક્ષેપો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : કોંગ્રેસ દ્વારા આજે સ્પીક અપ ઇન્ડિયા અભિયાન શરૂ કરાયું છે જેમાં હોદ્દેદારો ફેસબુક તેમજ અન્ય સોસીયલ મીડિયા દ્વારા લાઈવ થઈ સરકાર સામે આક્રોશ ઠાલવી રહ્યા છે તે અંતર્ગત નર્મદા જિલ્લાના કોંગ્રેસના યુવા નેતાઓએ પણ સ્પીક અપ ઇન્ડિયા અભિયાન અંતર્ગત લોકડાઉન માં શ્રમિકો, ગરીબો વિશે વાત કરી હતી ઉપરાંત હાલ કેવડિયા અને આસપાસ ના 6 ગામો માં ચાલી રહેલ સર્વે મુદ્દે આદિવાસીઓ ઉપર થતા દમન અને અત્યાચાર મુદ્દે પણ વાત કરી હતી.
નર્મદા યુથ કોંગ્રેસ ના અજયભાઈએ વેરા તથા લાઈટબિલ માફ કરવા માંગણી કરી જયરવા વાસુદેવભાઈએ મનરેગા ના દિવસો વધારવા તથા અમિતભાઈએ ઉધોગોને રાહત માટે તાત્કાલીક રોકડ રકમ ખાતા માં નાખવા અપીલ કરી છે અને નરેગા ૧૦૦દિવસના બદલે ૨૦૦દિવસ કરવામાં આવે એવી માંગ સરકાર પાસે કરવામાં આવે તેમ જણાવ્યું છે.
              આજ રોજ કૉંગ્રેસ નું ઓનલાઈન અભિયાન સ્પીકઅપ ઇન્ડિયા માં કોંગ્રેસ ના લગભગ 50 લાખ કાર્યકરો લાઈવ થઈ સરકાર સામે ગરીબો ના હિત માટે મોરચો સાંભળ્યો છે જેમાં જણાવ્યું હતું કે સરકાર 60 દિવસ ના લોકડાઉન માં સદંતર નિષ્ફળ નીવડી છે જે બાબતે આજે નર્મદા જિલ્લા ના હરેશભાઇ વસાવા ગુજરાત પ્રદેશ મહા મંત્રી તથા વાસુદેવ વસાવા જિલ્લા યુથ પ્રમુખ અજય વસાવા નાંદોદ યુથપ્રમુખ અમિતભાઈ વસાવા સોશિયલ મીડિયા પ્રમુખ એ દરેક ગરીબો તથા મધ્યમ વર્ગ ના લોકો માટે અવાજ ઉઠાવ્યો છે.
               ગુજરાત પ્રદેશ મહામંત્રી હરેશભાઈ એ જણાવ્યું હતું કે સરકાર શ્રમિકો અને મધ્યમવર્ગ ના ખાતામાં ૧૦ હજાર રૂપિયા નાખવા તથા કેવડિયા મુદ્દે વાત કરતા જણાવ્યું હતું લોકડાઉન ની કપરી પરિસ્થિતિ માં સરકાર આદિવાસી ઓની જમીન હડપી લેવાનું કૃત્ય કરી રહી છે લોકડાઉન 144 લાગુ હોવા છતાં ત્યાં પોલીસના કાફલા ખડકી દેવાયા છે દરેક સમાજ આદિવાસી સમાજ નો અવાજ બને તેવી પણ અપીલ કરી હતી ઉપરાંત સરકાર ને જે કરવું હોય એ કરે અમે ઉગ્ર આંદોલન કરીશું તેવી પણ ચીમકી આપી હતી.

(8:20 pm IST)