Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

કોવિડ-૧૯ ટેસ્ટે મુદ્દે અમદાવાદ મેડિકલ એસો. હાઈકોર્ટને શરણે

કોવિડ-૧૯ નાં ટેસ્ટનો રિપોર્ટ તત્કાલ મળે તે માટે : પાંચ દિવસ દરમિયાન દર્દી કોવિડગ્રસ્ત હોય તો અન્યને ચેપ ફેલાવી શકે જેનો ભોગ ખુદ ડૉક્ટર પણ બની શકે હોવાની ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત

અમદાવાદ, તા. ૨૮ : મેડિકલ એસોસિએશને કોવિડ-૧૯ ટેસ્ટનાં રિપોર્ટની પ્રક્રિયા ચાર થી પાંચ કલાકમાં પતી જાય તે માટે હાઈકોર્ટની શરણ લીધી છે. અંગે આવતી કાલે શુક્રવારે તેનું હિયરીંગ છે. સરકારી નિયમ મુજબ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે દર્દી આવે એટલે તેના કોવિડ ટેસ્ટ માટે ઝ્રડ્ઢઁર્ં (ચીફ ડેપ્યુટી હેલ્થ ઓફિસર) ને જે તે હોસ્પિટલ અને ડૉક્ટરે મેઈલ કરી પેશન્ટનાં કોવિડ ટેસ્ટ માટે મંજૂરી લેવી પડે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે મેઈલનો હા કે ના નો જવાબ આવતા ચાર થી પાંચ દિવસ લાગી જાય છે.

           આ પાંચ દિવસ દરમિયાન દર્દી કોવિડગ્રસ્ત હોય તો અન્યને ચેપ ફેલાવી શકે જેનો ભોગ ખુદ ડૉક્ટર પણ બની શકે છે. બાબતે છસ્છ તરફથી થયેલી લેખિત રજૂઆતનું કોઈ પરિણામ ના આવતા તેવો હોઈકોર્ટમાં ગયા છે. કોવિડ ટેસ્ટ માટેની જવાબદારી સરકારી પ્રક્રિયાને કારણે ડૉક્ટર દર્દીના રોગનું નિદાન ના થયું હોય તો તેની સારવાર કઈ રીતે કરે.

            આ જટિલ પ્રક્રિયાને કારણે ખુદ ડૉક્ટરને પણ કોવિડ ટેસ્ટ કરાવવો હોય તો પાંચ દિવસ લાગે છે. આમ ડૉક્ટર પાસે આવતા દર્દીનો ટેસ્ટ પાંચ દિવસે અને તેનો રિપોર્ટ આવતા બીજા ૨૪ કલાકનો સમય લાગે છે. આમ દિવસ જેટલા સમયમાં દર્દી બીજા લોકોમાં સંક્રમણ ફેલાવે કાં તો યોગ્ય સારવાર ના મળતા મૃત્યુ પામે છે.

            આ પ્રકારની સ્થિતિમાં કામ કરતાં ડૉક્ટરોમાં પણ સંક્રમણ ફેલાવવાનો ભય વધી જાય છે. છસ્છ (અમદાવાદ મેડિકલ એસોસિએશન)નાં પ્રમુખ ડૉ. મોનાબહેન દેસાઈએ જણાવ્યું હતું કે, દર્દીનાં કોવિડ-૧૯ ટેસ્ટ માટે CDH ને ડૉક્ટરે એક ફોર્મ ભરીને મેઈલ કરવાનો હોય છે. જેના આધારે તેનો ૈંઝ્રસ્ઇ ની ગાઈડલાઈન મુજબ હા કે ના માં જવાબમાં આપે છે. જે જવાબ આવતા ચાર થી પાંચ દિવસ લાગે છે. ત્યાં સુધી કોઈ ઈમરજન્સી ઓપરેશન હાયે તો કોવિડ ટેસ્ટ વગર ડૉક્ટર કરે તો દર્દી અને ડૉક્ટર બન્ને માટે જોખમ છે.

             આ ઉપરાંત દર્દીને કોવિડ છે કે નહીં તે નક્કી થતાં પાંચ થી દિવસ લાગે તો ડૉક્ટર તેની ટ્રીટમેન્ટ શું કરે ? ટ્રીટમેન્ટ કરે ને દર્દીને કંઈ થઈ જાય અથવા તો સંક્રમણ ફેલાય તેનું શું ? બાબતે અમે આરોગ્ય ચીફ સેક્રેકટરી જ્યંતિ રવિને લેખિત રજૂઆત કરી કોવિડ-૧૯ ટેસ્ટ અને તેના રિપોર્ટની પ્રક્રિયા ચાર થી પાંચ કલાકમાં પતી જાય તેવી વ્યવસ્થા કરવા જાણ કરી હતી. જો કે અંગે યોગ્ય વ્યવસ્થા થઈ નહોતી.

             છસ્છ નાં પ્રમુખ તરીકે ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલનાં ઘણા બધા ડોક્ટરોની બાબતે રજૂઆત મને મળી હતી. ટેસ્ટની જટિલ પ્રક્રિયા દૂર કરવા અન ેજલદી રિપોર્ટ મળે તે માટે અમે હાઈકોર્ટમાં ગયા છીએ. અમારા ઘણા ડૉક્ટરોમાં પણ સંક્રમણ ફેલાયું તેથી હવે કોઈ રસ્તો કાઢવો પડશે. આમાં સરકારનો વિરોધ કે સામે પડવાનો અમારો કોઈ હેતુ નથી.

(9:53 pm IST)