Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

મોડાસામાં કોરાના વાયરસ જિલ્લા સમાહર્તા -ડીએસપી- ડીડીઓ -પાલિકા પ્રમુખ વગેરેનું સોળ વર્ષની દીકરી ખુશીએ કર્યું સન્માન

( પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ: લોકડાઉન  દરમિયાન અરવલ્લી જિલ્લાના અધિકારીઓએ ખુબજ સુંદર સેવા બજાવી એની મોડાસાની એક સોળ વર્ષની ખુશીને આ કામથી  દિલમાં ખુશી થતા તેણીના મનમાં અરવલ્લી જિલ્લામાં કોરાના વાયરસ સામેના યુદ્ધમાં યોદ્ધાની જેમ લડતા જિલ્લાના સમાહર્તા અમૃતેશ ઔરંગાબાદકર,ડીડીઓ ડો.અનિલ ધામેલિયા,ડીએસપી  ,એસડીએમ મયંકભાઈ પટેલ,સહિતના અધિકારો તેમજ પાલિકા પ્રમુખ સુભાષભાઈ શાહ વગેરે કોરોના વોયરસનું  સન્માન કરવાનો વિચાર ઉદ્દભવ્યો અને આ બાળાએ પોતાના હાથે જ સ્વસૂઝ થકી સુંદર પેઇન્ટિંગ ચિત્ર બનાવી આ તમામ અધિકારીઓ-પદાધિકારીઓને આપીને ભાવભીનું સન્માન કર્યું હતું અને એમાં ખુશીએ પોતાની ખુશી અને સંતોષ વ્યક્ત કર્યા હતા.

(7:42 pm IST)