Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

અમદાવાદનાં વધુ એક પોલીસકર્મીને કોરોના વળગ્યો : નિકોલ PSI કે ડી હડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

આ અગાઉ ઓઢવનાં PI જાડેજાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અમદાવાદઃ રાજ્યમાં કોરોના સંક્રમિતના કેસમાં સતત વધારો થતો જઇ રહ્યો છે.ખાસ કરીને અમદાવાદમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે તાજેતરમાં જ અમદાવાદમાં 3 પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત થયાં હતાં. જેઓ ત્રણેય પોલીસકર્મીઓનાં મોત નિપજ્યાં છે. ત્યારે એક વાર ફરી અમદાવાદમાં વધુ એક પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરમાં આવેલ નિકોલ પોલીસ સ્ટેશનનાં PSI કે.ડી. હડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.તેઓ સિવિલ કોવિડ-19માં ફરજ નિભાવી રહ્યાં હતાં. આ અગાઉ ઓઢવનાં PI જાડેજાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પોલીસ અધિકારી કોરોના સંક્રમિત થતા સ્ટાફમાં ચિંતાનો માહોલ સર્જાઇ ગયો છે.
 

(7:32 pm IST)