Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

નર્મદામાં ડિફેન્સ સર્વિસ નેવીના જવાનનું કોરોના ફરજ પર હાજર નર્મદાના PSI સાથે ઉધ્ધતાઈ ભર્યુ વર્તન

પોઇચા પુલ પર ફરજ પર તેનાત PSI પાઠકે નર્મદા જિલ્લામા પ્રવેશતા ઓખા નેવીના જવાનને માસ્ક માટે ટોકતા જવાનની ગેરવર્તણુંક

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા અને વડોદરા જીલ્લાને જોડતા નર્મદા નદીના પોઇચા પુલ પર ફરજ બજાવતા નર્મદા પોલીસના PSI કે. કે.પાઠક સાથે ઓખા નેવીમા ફરજ બજાવતા ડિફેન્સના જવાન દ્વારા ઉધ્ધતાઈ ભર્યુ વર્તન કર્યાનો કિસ્સો પ્રકાશમા આવ્યો છે.
  જાણવા મળ્યા મુજબ વડોદરા જીલ્લા માંથી કાર લઇને નર્મદા જિલ્લામાં નેવીના એક જવાન પ્રવેશી રહ્યા હતા, કારમાં સવાર ચાર વ્યક્તિઓ પોઇચા નર્મદા નદી ના પુલ પર આવતા ફરજ પર હાજર નર્મદા પોલીસ ના PSI કે. કે.પાઠકે નેવીના જવાનને માસ્ક પહેર્યા ન હોય તે બાબતે ટોકતા જવાન દ્વારા PSI પાઠક સાથે ઉધ્ધતાઈ ભર્યુ વર્તન કરવામાં આવ્યું જેમાં જવાન જાણે યુધ્ધ મોરચે દુશ્મનો સાથે વર્તન કરતો હોય તેમ એક ફરજ પર હાજર પોલીસ ઓફિસર સાથે વાદવિવાદમા ઉતાર્યો હતો.ત્યારે ત્યાં પુલ ઉપરથી અવરજવર કરતા લોકો પણ આ બાબત જોઇ અવાક્ થઈ ગયાં હતાં.
  બે દિવસ પૂર્વે જ દેડિયાપાડા ના CPI ચોધરી સાથે અણછાજતું વર્તન કરનારા બે ઇસમો સામે પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.ત્યારબાદ હાલ આ નવી ઘટના સામે આવતા પોલીસ ફરજમાં અવરોધ ઉભો કરતા વ્યક્તિઓ સામે પગલાં જરૂરી જણાય છે.જેમાં ઓખા નેવી ખાતે ફરજ બજાવતા ડિફેન્સ સર્વિસ નેવી ના જવાન સામે પગલાં ભરવાં નર્મદા જિલ્લા પોલીસ વડા આદેશ આપે તે પણ જરૂરી જણાય છે.

(7:07 pm IST)