Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

નર્મદા જિલ્લા સેવાસદનમાં કાર્યરત બાળ સુરક્ષા વિભાગની કચેરીમાં કર્મચારીઓના માથે મંડરાતું જોખમ

કચેરીની છત ઉપરથી રોજ પોપડા પડે છે છતમાં કટાઈ ગયેલા સળિયા પણ સ્પષ્ટ દેખાતા હોઈ કર્મચારી પર જોખમ:જિલ્લા સેવા સદનની બિલ્ડીંગમાં કામ કરતા કર્મચારીઓના હિતમાં તાત્કાલિક મરામત જરૂરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાતે આવેલી નર્મદા જિલ્લા સેવા સદન બિલ્ડીંગના ભોઈ તળિયે આવેલી બાળ સુરક્ષા વિભાગની કચેરી માં કામ કરતા કર્મચારીઓ ભયના ઓથા હેઠળ કામ કરી રહયા છે કેમ કે કચેરીની છત પરથી રોજ પડતા પોપડા અને ઉપર સિલિંગમાં કાટ ખાઈ ગયેલા બહાર જણાઈ આવતા સળિયામાંથી ગમે ત્યારે જાણે સ્લેબ નીચે પડશે તેવો ડર આ કચેરીમાં કામ કરી રહેલા કર્મચારી ઓને સતાવી રહ્યો છે.
 જોકે જાણવા મળ્યા મુજબ સેવા સદનની આ બિલ્ડીંગમાં ઘણી કચેરીઓમાં આવી હાલત છે તેમ છતાં આવી કચેરીમાં કર્મચારીઓ જોખમરૂપ કામ કરવા મજબૂર આખા નર્મદા જિલ્લાનું જ્યાંથી સંચાલન થઇ રહ્યું હોય તેવી જિલ્લા સેવાસદનની બિલ્ડીંગ માજ જો આવી બેદરકારી જણાય અને તે બાબતે ત્યાં બેસતા ઉચ્ચ અધિકારીઓ પણ જ્યારે આંખ આડા કાન કરતા હોઈ ત્યારે જીલ્લાનો વિકાસ અને વહીવટ કેવી રીતે થતો હશે એ બાબતે અનેક સવાલો ઉઠી રહયા છે.શુ જીલ્લા કલેક્ટર આ બાબતે અજાણ હશે...?

(7:01 pm IST)