Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

બનાસકાંઠામાં લોકડાઉનની ઐસી કી તૈસી:બેંક આગળ લોકોની લાંબી લાઈન લાગી:સોશિયલ ડીસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ

બનાસકાંઠા: શહેરમાં એક તરફ કોરોના વાઈરસના કેસો વધી રહ્યા છે ત્યારે બીજી તરફ બેંક કર્મચારીઓની બેદરકારીના કારણે પણ કોરોના વાઈરસની સંક્રમણની શક્યતા વધી ગઈ છે.

બનાસકાંઠામાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા ૧૦૪ થઈ ગઈ છે. રોજેરોજ નવા સંક્રમિત દર્દીઓ સામે આવી ગયા છે ત્યારે સરકાર દ્વારા સોશિયલ ડીસ્ટન્સ રાખવું અને માસ્ક ફરજિયાત પહેરવાની સુચના અપાઈ છે. બને ત્યાં સુધી ઘરની બહાર લોકોએ ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. પરંતુ ડીસામાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની મુખ્ય ગેટ આગળ મોટા પ્રમાણમાં ગ્રાહકોની લાઈનો લાગે છે. સવારથી જ ગ્રાહકોના ટોળેટોળા બેંકમાં કામકાજઅર્થે આવતા હોય છે. પરંતુ અહીં સોશિયલ ડીસ્ટન્સ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી તેમજ ખેડૂતોને તડકામાં ઉભા રહેવા માટે કોઈ શેડની વ્યવસ્થા કરવામાં આવી નથી.

(6:08 pm IST)