Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

સુરત:લોકડાઉનમાં રીક્ષા લઈને જતા શખ્સે સહપ્રવાસીની નજર ચૂકવી દૂધના વકરાના 20 હજાર ચાઉં કરી લીધા

સુરત:લોકડાઉનમાં જીવનનિર્વાહ માટે સુરતના પુણા કારગીલ ચોક ખાતે રહેતા રેડીમેઈડ કપડાના વેપારીએ દૂધનો ધંધો શરૂ કર્યો હતો. અઠવાડિયા અગાઉ મળસ્કે વેપારી મોટરસાયકલ લઇ દૂધ લેવા જતા હતા ત્યારે પેટ્રોલ ખલાસ થતા રીક્ષામાં પેટ્રોલ પંપ જવા નીકળતા સહપ્રવાસીએ નજર ચૂકવી દૂધના વકરાના રોકડા રૂ.20,000 અને ડ્રાઈવીંગ લાયસન્સ સાથેના પર્સને ચોરી લીધું હતું અને વચ્ચે ઉતારી ફરાર થઇ ગયા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં પુણા કારગીલ ચોક નવેદ સાગર સોસાયટી ઘર નં.10 માં રહેતા 27 વર્ષીય જીગરભાઈ હરેશભાઇ રાજ્યગુરૂ સિટીલાઇટ રોડ ખાતે રેડીમેઈડ કપડાનો વેપાર કરે છે. 

(6:06 pm IST)