Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

વડોદરામાં એમ.એસ યુનિવર્સિટીમાં 20 જુલાઈથી શરૂ થશે પરીક્ષા : 14 માર્ચ સુધીનો જ સિલેબસ માન્ય

FY, SY, ટેકનોલોજી અને ફાર્મસીના વિધાર્થીઓની પરીક્ષા નહિ લેવાય.

વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં 20 જુલાઈથી પરીક્ષા શરૂ થશે. UG બેચલર ડીગ્રી અંતિમ વર્ષ, PG માર્સ્ટરના બંને વર્ષની પરીક્ષા લેવાશે. FY, SY, ટેકનોલોજી અને ફાર્મસીના વિધાર્થીઓની પરીક્ષા નહિ લેવાય. તમામ વિદ્યાર્થીઓને એકેડેમિક પોગ્રેશન આપવામાં આવશે. યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો. 5 જૂન સુધી ટાઈમ ટેબલ અને સિલેબસ જાહેર થશે.

(11:45 am IST)