Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

૧લી જૂનથી કોર્ટો શરૂ કરવા માંગણીઃ BCIના ચેરમેનનો CJIને પત્રઃ ૯પ% વકીલો બેકાર

વિડીયો કોલીંગથી ચાલતી અદાલતોથી વકીલોમાં વિરોધઃ વકીલોની વેદના સાંભળોઃ ૧લી જુનથી તાત્કાલીક કોર્ટોમાં સુનાવણી શરૂ કરી દેવી જોઇએઃ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીશને પત્ર પાઠવી બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના ચેરમેન મનન મિશ્રાની રજૂઆત

રાજકોટ તા. ર૮ :.. બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના ચેરમેન મનનકુમાર મિશ્રાએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ એસ. એ. બોબડેને પત્ર લખી અને ૧ જુન ર૦ર૦ થી ભારતની બધી જ કોર્ટો રૂબરૂમાં ખોલી અને કોર્ટોની સુનાવણી ફરીથી શરૂ કરવા યોગ્ય આદેશ કરવા અનુરોધ અને આગ્રહ કરેલ હતો અને ઇન્ટરનેટ વીડીયો કોન્ફરન્સથી કાર્ય કરવાવાળી અદાલતો વિરૂધ્ધમાં મજબુત આપતી વ્યકત કરેલ હતી.

વધુમાં ચેરમેન મનનકુમારે જણાવેલ કે આપણે વીડીયો કોલીંંગના માધ્યમથી ટ્રાયલ કોર્ટમાં કામની કલ્પના કરી શકીએ નહી આપણે વીડીયો કોન્ફરન્સથી દસ્તાવેજનું પ્રદર્શન દસ્તાવેજો બતાવી સાહેદ આવીને બતાવી તેમની જુબાની જોઇ અને ખાસ જોવાનું એ છે કે સાહેદ કોઇપણ દબાણ વગર જબરજસ્તીથી કોઇના પ્રસ્તાવથી જુબાની આપે છે તે આ વીડીયો કોન્ફરન્સમાં અસંભવ છે. પરંતુ વાસ્તવીકતા ખુલ્લી કોર્ટમાં થયેલ કાર્યવાહી ઉચીત અને સફળ છે.

હાલમાં આ આભાષી સુનાવણીના માધ્યમથી ચાલતી અદાલતો માત્ર થોડા જ વકીલોને લાભ આપે છે મોટા ભાગના વકીલો કામ વગરના રહે છે. હાલની સુપ્રિમ, હાઇકોર્ટની યોજનાથી મોટા ભાગના વકીલોને કોઇ રાહત આપતી નથી તેમ ચેરમેને જણાવેલ હતુ અને વકીલોની પીડા તરફ પ્રકાશ ફેકતા કહેલ કે ભાગ્યશાળી વકીલો કોર્ટો બંધ થવાથી ખુબ જ પૈસા કમાયા, સામાન્ય વકીલોને ખુબ જ નુકશાન થયેલ છે. કોર્ટોમાં ૯પ ટકા વકીલોમાં આક્રોસ છે અને હાલમાં બેકારી અનુભવી રહ્યા છે.

મોટા ભાગના વકીલો કોર્ટોમાં રૂબરૂની સુનાવણીની સાથે છે ત્યારે આપણે વીડીયો કોલીંગને શા માટે પ્રોત્સાહીત કરવુ જોઇએ માટે વકીલોને ખુલ્લી અદાલતોમાં હાજર રહેવા મજુરી આપવી જોઇએ સાથે મનનકુમારે જણાવેલ કે કોર્ટોમાં રૂમમાં અમુક વકીલો જેની મેટર હોય તેમને પ્રવેશ આપવો અને કોર્ટ રૂમમાં ડીસ્ટન્સ રાખવુ જોઇ તેમજ બીજા વકીલોને બેસવા માટે બાર એસો. ચેમ્બર, લાઇબ્રેરી ખોલી દેવી જોઇએ અને કોર્ટમાં પ્રવેશ માટે વકીલ આઇ.કાર્ડ જોઇ પ્રવેશ આપવો અને કોર્ટમાં વકીલોની રજુઆત પુર્ણ થાય તેમને કોર્ટ છોડવા અનુરોધ કરવો. ભારતમાં આભાસી સુનાવણી (વિડીયો કોલીંગ) સામે વિરોધ વ્યકત કરેલ  અને ભારતમાં ૮૦ ટકા મુકદમેબાજી (દલીલો) માં સ્થાન રાખે છે.

ભારતમાં આવી વીડીયો કોલીંગની આભાસી સુનાવણીના માધ્યમથી ટ્રાયલ કોર્ટોની કલ્પના કરી શકાય નહી અને ચીફ જસ્ટીસને ખુલ્લી અદાલતોમાં સુનાવણી સુરક્ષીત રૂપમાં કરવા માટે સુવિધા પ્રદાન કરવી જોઇ માત્ર અમુક જ વકીલ વીડીયો કોલીંગની સુનાવણીના લાભાર્થી છે જયારે મોટા ભાગના કામ છોડી રહેલ છે. અને વકીલોમાં અસંતોષ ફેલાયેલ છે હાલત સામાન્ય થવા પર ફરીથી ઇ.કોર્ટ શરૂ કરવા પરવાનગી આપી શકાય નહી.

બાર કાઉન્સીલના ચેરમેન મનનકુમાર મીશ્રાએ ભારતના ૧૯ લાખ વકીલોની વેદના સાથે ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડીયાને પત્ર લખી અદાલતો ૧ જુનથી શરૂ કરવા ઉપર ભાર મુકેલ હતો અને કોવીડ ૧૯ ની સ્થિતિ દુર ન થાય મહામારી દરમ્યાન સુરક્ષીત રૂપથી અદાલતોમાં કામ કરવા જરૂરી હોવા ઉપર જોર આપેલ હતું.

(11:40 am IST)